બાફ્ટા 2020 / ‘જોકર’ માટે વૉકિન ફીનિક્સને બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો, ‘1917’ બેસ્ટ ફિલ્મ

Joaquin Phoenix wins Leading Actor for Joker, 1917 is Best Film in BAFTA 2020

Divyabhaskar.com

Feb 03, 2020, 11:42 AM IST

લંડનઃ 73મા બ્રિટિશ એકેડેમી ફિલ્મ અવોર્ડ્સ (બાફ્ટા)ની જાહેરાત લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં રવિવારે (2 ફેબ્રુઆરી) કરવામાં આવી હતી. ડ્યુક એન્ડ ડચીસ ઓફ કેમ્બ્રિજ (પ્રિન્સ વિલિયમ તથા કેટ મિડલટન), ફિલ્મ સ્ટાર્સ અવોર્ડ શોમાં હાજર રહ્યાં હતાં. ‘જોકર’ માટે વૉકિન ફીનિક્સને બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. ‘1917’ માટે સામ મેન્ડિસને બેસ્ટ ડિરેક્ટરનો અવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ પણ મળ્યો હતો. રેની ઝેલવેગરને ‘જુડી ગારલેન્ડ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. રેનીને આ પહેલાં ‘કોલ્ડ માઉન્ટેન’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો બાફ્ટા અવોર્ડ મળ્યો હતો. અવોર્ડ સ્પીચ દરમિયાન રેની ભાવુક થઈ ગઈ હતી. ફિલ્મમાં અમેરિકન એક્ટ્રેસ, સિંગર તથા ડાન્સર જુડી ગારલેન્ડના અંતિમ દિવસો બતાવવામાં આવ્યા હતાં. 1969માં 47 વર્ષની ઉંમરમાં જુડીનું ડ્રગ્સના ઓવરડોઝને કારણે નિધન થયું હતું.

વિનર લિસ્ટ
બેસ્ટ ફિલ્મઃ 1917
બેસ્ટ એક્ટ્રેસઃ રેની ઝેલવેગર (જુડી)
બેસ્ટ એક્ટરઃ વૉકિન ફીનિક્સ (જોકર)
સપોર્ટિંગ એક્ટરઃ બ્રાડ પિટ (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ)
સપોર્ટિંગ એક્ટ્રેસઃ લોરા ડર્ન (મેરેજ સ્ટોરી)
બેસ્ટ ડિરેક્ટરઃ સામ મેન્ડિસ (1917)
આઉટ સ્ટેન્ડિંગ બ્રિટિશ ફિલ્મઃ 1917 (સામ મેન્ડિસ, ક્રિસ્ટી વિલ્સન-કેર્ન્સ)
ફિલ્મ નોટ ઈન ઈંગ્લિશ લેંગ્વેજઃ પેરાસાઈટ (બોન્ગ જૂન હો)
બેસ્ટ ડોક્યુમેન્ટ્રીઃ ફોર સમા
એનિમેટેડ ફિલ્મઃ ક્લાઉસ
ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ પેરાસાઈટ (બોન્ગ જૂન હો, જિન વોન હાન)
અડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ જોજો રેબિટ (તાઈકા વાઈતિતિ)
ઓરિજિનલ સ્કોરઃ જોકર
કાસ્ટિંગઃ જોકર
સિનેમેટોગ્રાફીઃ 1917 (રોજર ડીકિન્સ)
એડિટિંગઃ ફોર્ડ વર્સિસ ફેરારી (એન્ડ્ર્યુ બકલેન્ડ, માઈકલ મેકકસ્કર)
પ્રોડક્શન ડિઝાઈનઃ 1917
કોશ્ચ્યૂમ ડિઝાઈનઃ લિટલ વિમેન
મેકઅપ એન્ડ હેરઃ બોમ્બશેલ
સાઉન્ડઃ 1917
સ્પેશિયલ વિઝ્યુઅલ ઈફેક્ટઃ 1917
બ્રિટિશ શોર્ટ એનિમેશનઃ ગ્રાન્ડેડ વોઝ અ રોમેન્ટિક
બ્રિટિશ શોર્ટ ફિલ્મઃ લર્નિંગ ટુ સ્કેટબોર્ડ ઈન વોરઝોન (ઈફ યુ આર અ ગર્લ)
રાઈઝિંગ સ્ટાર અવોર્ડ (પબ્લિક વોટ દ્વારા) : માઈકલ વોર્ડ

X
Joaquin Phoenix wins Leading Actor for Joker, 1917 is Best Film in BAFTA 2020
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી