વિરોધ / ક્લાઈમેન્ટ ચેન્જના વિરોધ પ્રદર્શન દરમિયાન ‘જોકર’ ફૅમ હોલિવૂડ એક્ટર વોકિન ફીનિક્સની ધરપકડ

Joaquin Phoenix arrested in climate change protest

Divyabhaskar.com

Jan 11, 2020, 03:52 PM IST

વોશિંગ્ટન ડીસીઃ ગોલ્ડન ગ્લોબ અવોર્ડ વિનર તથા હોલિવૂડ ફિલ્મ ‘જોકર’ના એક્ટર વોકિન ફીનિક્સની વોશિંગ્ટન ડીસીમાં ધરપકડ કરવામાં આવી હતી. હોલિવૂડ એક્ટ્રેસ જેન ફોંડાએ ‘ધ ફાયર ડ્રિલ ફ્રાઈડે’ નામથી ક્લાઈમેન્ટ ચેન્જને લઈ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જેમાં વોકિને ભાગ લીધો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વોકિન ઉપરાંત માર્ટિન શીન, મેગી જિલેનહોલ તથા સુઝન પણ આવ્યા હતાં. આ વિરોધ પ્રદર્શનમાં વોકિને ભાષણ પણ આપ્યું હતું.

તસવીરો વાયરલ થઈ
યુએસ કેપિટિલ પોલીસના મતે, 147 દેખાવકારોએ ગેરકાયદેસર રીતે પ્રદર્શન કરતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. વોકિનની સ્પીચ તથા ધરપકડ કરતી તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધી એક્ટ્રેસ જેન ફોંડા તથા અન્ય એક્ટર્સ જેમ કે સેમ વોટરસ્ટન, ટેડ ડેનસન, રોજેન આર્કુએટ, સેલી ફિલ્ડ તથા કેથરીન કિનર જેવા સેલેબ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ લોકોએ ગ્રીન ન્યૂ ડીલ અને અન્ય માગણીઓની તરફેણ કરી હતી.

વોકિને આ વાત કહી
જેન ફોંડાએ ભાષણમાં વોકિનને આજના મહાન એક્ટર્સમાંથી એક ગણાવ્યો હતો. વોકિને પોતાની સ્પીચમાં કહ્યું હતું, આપણે પર્યાવરણ આંદોલન તથા ક્લાઈમેન્ટ ચેન્જ દરમિયાન મીટ તથા ડેરી ઈન્ડસ્ટ્રીની વધુ વાતો કરતા નથી. મીટ તથા ડેરી ઈન્ડસ્ટ્રી ક્લાઈમેન્ટ ચેન્જનું ત્રીજું સૌથી મોટું કારણ છે. વોકિને વધુમાં કહ્યું હતું કે આપણે ક્લાઈમેન્ટ ચેન્જથી બચવા માટે શું કરી શકીએ? તમે આજે, અત્યારે અને આવતીકાલે આ અંગે થોડું તો કરી જ શકો છે અને તમારે બસ એ વાત નક્કી કરવાની છે કે તમે શુ ખાશો?

ઉલ્લેખનીય છે કે 77મા ગોલ્ડન ગ્લોબ અવોર્ડમાં વોકિન ફીનિક્સને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વોકિને પોતાની અવોર્ડ સ્પીચમાં વેજીટેરિયન ફૂડ ખાવાના વખાણ કર્યાં હતાં. નોંધનીય છે કે પહેલી જ વાર ગોલ્ડન ગ્લોબમાં તમામ વસ્તુઓ શાકાહારી સર્વ કરવામાં આવી હતી.

X
Joaquin Phoenix arrested in climate change protest

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી