પાર્ટિસિપેટ / મ્યૂઝિક ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવા ઈન્ટરનેશનલ પોપ સ્ટાર કેટી પેરી મુંબઈ આવી

International pop star Katy Perry arrives in Mumbai to perform at the Music Festival

Divyabhaskar.com

Nov 12, 2019, 12:57 PM IST

મુંબઈઃ પોપસ્ટાર તથા ઈન્ટરનેશનલ સિંગિંગ સેન્સેશનલ કેટી પેરી મંગળવારે (12 નવેમ્બર) વહેલી સવારે મુંબઈ આવી હતી. કેટી પેરી ભારતમાં 16 નવેમ્બરે યોજાનારા મ્યૂઝિક ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આવી હતી.

ક્લાસી લુકમાં જોવા મળી
એરપોર્ટ પર કેટી પેરી ગ્રે રંગના જમ્પસૂટમાં જોવા મળી હતી. તેણે સન ગ્લાસ પહેર્યાં હતાં અને જ્યારે તે એરપોર્ટમાંથી બહાર નીકળી ત્યારે તેના ચહેરા પર સ્માઈલ જોવા મળી હતી.

બીજીવાર ભારત આવી
35 વર્ષીય કેટી પેરી બીજીવાર ભારત આવી છે. આ પહેલાં વર્ષ 2010મા બોયફ્રેન્ડ રસેલ બ્રાન્ડ સાથે વેકેશન મનાવવા આવી હતી. કેટી પેરી તથા રસેલ બ્રાન્ડ તાજ મહલ, આગ્રા વગેરે જગ્યાઓએ ફર્યાં હતાં અને અહીંયા રસેલે કેટી પેરીને પ્રપોઝ પણ કર્યું હતું.

પર્ફોર્મન્સ માટે પહેલી જ વાર આવી
કેટી પેરી ભારતમાં પહેલી જ વાર પર્ફોર્મ કરવાની છે. આ વર્ષે ઓગસ્ટમાં કેટી પેરીએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે તે ફરીવાર ભારત જવાની છે અને પહેલી જ વાર મુંબઈમાં પર્ફોર્મન્સ આપવાની છે.

હાલમાં જ 35મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો
કેટી પેરીએ હાલમાં જ ફિયોન્સ ઓર્નાલ્ડો બ્લૂમ સાથે ઈજિપ્તમાં 35મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. વર્ષ 2016થી કેટી પેરી તથા ઓર્નાલ્ડો વચ્ચે સંબંધો છે. આ વર્ષે વેલેન્ટાઈન ડે પર બંનેએ સગાઈ કરી હતી.

X
International pop star Katy Perry arrives in Mumbai to perform at the Music Festival
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી