પોસ્ટર / ‘નો ટાઈમ ટુ ડાઈ’ના ફર્સ્ટ પોસ્ટરમાં ડેનિયલ ક્રેગ બ્રિટિશ જાસૂસ જેમ્સ બોન્ડના અવતારમાં દમદાર લાગે છે

In the first poster of 'No Time to Die',  Daniel Craig is back as James Bond 007

Divyabhaskar.com

Oct 06, 2019, 06:22 PM IST

લોસ એન્જલસઃ જેમ્સ બોન્ડની આગામી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’નું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ડેનિયલ ફરી વાર જેમ્સના રોલમાં જોવા મળશે. ફર્સ્ટ પોસ્ટરમાં ડેનિયલ બ્લેક સૂટમાં જોવા મળે છે.

વર્ષ 2015મા ડેનિયલે કહ્યું હતું કે તે હવે જેમ્સ બોન્ડની ફિલ્મમાં કામ કરશે નહીં. જોકે, પછી તેણે પોતાનો વિચાર બદલ્યો હતો અને જેમ્બ બોન્ડની 25મી ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી હતી.

આ ફિલ્મમાં ડેનિયલ ક્રેગ પાંચમી વખત જેમ્સ બોન્ડનો રોલ નિભાવી રહ્યો છે. સૌથી પહેલા તે 2006મા ‘કસીનો રોયલ’ ફિલ્મમાં જેમ્સ બોન્ડ તરીકે દેખાયો હતો. ત્યારબાદ તે ‘ક્વોન્ટમ ઓફ સોલેસ’, ‘સ્કાયફોલ’ અને ‘સ્પેક્ટર’ ફિલ્મમાં દેખાયો હતો.

આ બ્રિટિશ સ્પાય ફ્રેન્ચાઇઝી ફિલ્મમાં ડેનિયલની સાથે ઓસ્કર વિજેતા એક્ટર રામી માલેક પણ સ્ટારકાસ્ટમાં સામેલ છે. રામી માલેક આ ફિલ્મમાં વિલનના રોલમાં છે. ફિલ્મમાં દાલી બેનસાલા, લૈશના લિંચ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ લંડન ઉપરાંત ઇટલી, નોર્વે અને જમૈકામાં થયું છે. આ ફિલ્મ ભારતમાં આવતા વર્ષે 3 એપ્રિલે રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે ડેનિયલ ક્રેગ ઉપરાંત રોજર મૂર, શોન કૉનરી, પ્રિયસ બ્રોસનન, ટિમોથી ડોલ્ટન તથા જોર્ડ લેઝનબેએ જેમ્સ બોન્ડનો રોલ પ્લે કર્યો છે.

X
In the first poster of 'No Time to Die',  Daniel Craig is back as James Bond 007
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી