તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Hollywood Strar Daniel Radcliffe Targeted By Coronavirus Hoax Because He ‘looks Ill All The Time’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘હેરી પોટર’ ફૅમ ડેનિયલ કોરોનાવાઈરસથી પીડિત નથી, કહ્યું- હું હંમેશા બીમાર જેવો લાગું છું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લોસ એન્જલસઃ જેકી ચેન બાદ હેરી પોર્ટર એટલે કે ડેનિયલ રેડક્લિફ પણ કોરોનાવાઈરસની અફવાનો ભોગ બન્યો હતો. થોડાં સમય પહેલાં ચર્ચા હતી કે ડેનિયલને કોરોનાવાઈરસ થયો છે. જોકે, હવે એક્ટરે આ વાતનું ખંડન કર્યું છે.

શું કહ્યું ડેનિયલે?
ઓસ્ટ્રેલિયન રેડિયો જોકીએ ડેનિયલને સવાલ કર્યો હતો કે શું તમે સુરક્ષિત છો? જેના પર ડેનિયલે જવાબ આપ્યો હતો કે આ મજાક છે. તે ગઈકાલે પ્લે દરમિયાન હેર તથા મેકઅપરૂમમાં ગયો હતો. તેના મેકઅપ આર્ટિસ્ટે તેને કહ્યું કે તેની ભત્રીજીએ તેને મેસેજ કરીને કહ્યું હતું કે ડેનિયલને કોરોનાવાઈરસ છે. મેકઅપ આર્ટિસ્ટે ટ્વીટ પણ બતાવી હતી, જેમાં લખ્યું હતું કે ડેનિયલ કોરોનાવાઈરસનો ભોગ બનનાર પહેલો લોકપ્રિય વ્યક્તિ છે. 

બીમારી પર આ વાત કહી
પોતાની બીમારીની અફવા પર ડેનિયલે કહ્યું હતું કે કદાચ તે હંમેશાં બીમાર લાગે છે અને તે ગોરો હોવાને કારણે તમે અફવા પર વિશ્વાસ કરી શકો છો. કેટલાંક સમય પહેલાં ટ્વિટર પર એક ફૅક અકાઉન્ટ દ્વારા આ અફવા ફેલાવવામાં આવી હતી કે ડેનિયલ કોરોનાવાઈરસથી પીડિત છે. 

જેકી ચેનના ચાહકો પણ ચિંતિત હતાં
ચીનમાં શરૂ થયેલા કોરોનાવાઈરસની અસર દુનિયાભરમાં જોવા મળી છે. જેકી ચેનના ચાહકો પણ પોતાના ફેવરિટ એક્ટરની હેલ્થને લઈ ચિંતિત હતાં. જોકે, જેકીએ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે તે સુરક્ષિત છે. 

ટોમ હેન્ક્સ તથા પત્ની રીટા કોરોનાવાઈરસથી પીડિત
હોલિવૂડ સ્ટાર ટોમ હેન્ક્સ તથા તેની પત્ની રીટા પણ કોરોનાવાઈરસનો ભોગ બન્યાં છે. ટોમે સોશિયલ મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. હાલમાં બંનેને અલગ-અલગ રાખવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો