તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ તથા યૌન હિંસા કેસમાં હોલિવૂડ પ્રોડ્યૂસર હાર્વે વિન્સ્ટીનને 23 વર્ષની સજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ન્યૂ યોર્કઃ હોલિવૂડ પ્રોડ્યૂસર હાર્વે વિન્સ્ટીનને દુષ્કર્મ તથા યૌન ઉત્પીડનના કેસમાં 23 વર્ષની સજા ફટકારવામાં આવી છે. વિન્સ્ટીનને ગયા મહિને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ તે જેલમાં છે. સજા સંભળાવ્યાના થોડાં કલાક બાદ 67 વર્ષીય હાર્વેની તબિયત લથડી હતી. હાર્વેના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, છાતીમાં દુખાવાને કારણે હાર્વેને ન્યૂ યોર્કની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

હાર્વેના વકીલે નિર્ણયને કાયરતાપૂર્ણ ગણાવ્યો
વિન્સ્ટીનને પ્રોડક્શન આસિસ્ટન્ટ મિરિયમ હાલેની સાથેની યૌન હિંસાના કેસમાં 20 વર્ષની સજા તથા જેસિકા માન સાથેના દુષ્કર્મ કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. હાર્વેના વકીલ ડોના રોટુનાએ અદાલતના આ નિર્ણયને કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જજે આ નિર્ણય MeToo મૂવમેન્ટના દબાણમાં આવીને લીધો છે.

ગયા મહિને દોષિત જાહેર કરવામાં આવ્યો
હોલિવૂડના સૌથી શક્તિશાળી વ્યક્તિમાંથી એક હાર્વે વિન્સ્ટીનને 25 ફેબ્રુઆરીએ ન્યૂ યોર્કની એક જ્યૂરીએ યૌન ઉત્પીડન તથા દુષ્કર્મના બે કેસમાં દોષિત જાહેર કર્યો હતો. છેલ્લાં છ અઠવાડિયાથી 12 સભ્યોની જ્યૂરીએ આ કેસની સુનાવણી હાથ ધરી હતી. હાર્વે પર 80થી વધુ મહિલાઓએ આરોપ લાગાવ્યા હતાં. હાર્વેને 11 માર્ચે સજા ફટાકરવામાં આવી હતી. 
હાર્વેને પ્રોજેક્ટ રન-અવેની ભૂતપૂર્વ પ્રોડક્શન આસિસ્ટન્ટ મિરિયમ હાલેના નિવેદનોના આધાર પર સેક્સ્યુઅલ અસોલ્ટ તથા એક્ટ્રેસ જેસિકા માનના નિવેદનના આધાર પર દુષ્કર્મનો દોષી જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, તેને એક દુષ્કર્મ તથા બે હિંસક યૌન હુમલાના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

અંતે, જેસિકા માન તથા મિરિયમ હાલેને ન્યાય મળ્યો
એક્ટ્રેસ જેસિકા માને હાર્વે પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જેસિકાએ કહ્યું હતું કે વર્ષ 2013માં હાર્વેએ એક હોટલ રૂમમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું તો મિરિયમ હાલેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હાર્વેએ એક એપાર્ટમેન્ટમાં યૌન શોષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે હાર્વેના જ્યારે દોષિત જાહેર કરવામાં આવ્યો ત્યારે હોલિવૂડ એક્ટ્રેસિસે સોશિયલ મીડિયામાં ખુશી વ્યક્ત કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો