ચિંતા / લિયોનાર્દો ડિકેપ્રિયોએ જળસંકટ પર ચિંતા પ્રગટ કરતા કહ્યું, હવે વરસાદ જ ચેન્નઈને બચાવી શકશે

Hollywood Actor Leonardo DiCaprio Shares Deep Concerns Over Ongoing Water Crisis In Chennai

Divyabhaskar.com

Jun 26, 2019, 04:15 PM IST

લોસ એન્જલ્સઃ 'ટાઈટેનિક' ફૅમ લિયોનાર્દો ડિકેપ્રિયોએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ચેન્નઈની એક તસવીર શૅર કરીને પાણીની અછત અંગે ચિંતા પ્રગટ કરી હતી. ફોટો શૅર કરીને કહ્યું છે, આપણે દુનિયા બદલી શકીએ છીએ. ઈન્ટરનેશનલ ન્યૂઝ વેબસાઈટ પર છપાયેલા સમાચાર બાદ લિયોનાર્દોએ આ તસવીર શૅર કરી હતી.

શું છે મેસેજમાં?
હવે તો માત્ર વરસાદ જ ચેન્નઈને આ પરિસ્થિતિમાંથી બચાવી શકે છે. એક કૂવો પૂરી રીતે ખાલી છે અને એક શહેર પાણી વગરનું છે. ચાર જળાશયો સૂકાઈ ગયા બાદ ભારતનું શહેર ચેન્નઈ મુશ્કેલીમાં છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યાં બાદ લોકોને પાણી મળે છે. જેમ-જેમ પાણીનું સ્તર ઘટતું જાય છે, તેમ-તેમ હોટલ તથા રેસ્ટોરન્ટ્સ બંધ થઈ રહી છે. સરકાર પાણીનો વિકલ્પ શોધી રહી છે પરંતુ લોકો હવે વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

#Regram #RG @bbcnews: "Only rain can save Chennai from this situation." A well completely empty, and a city without water. The southern Indian city of Chennai is in crisis, after the four main water reservoirs ran completely dry. The acute water shortage has forced the city to scramble for urgent solutions and residents have to stand in line for hours to get water from government tanks. As the water levels depleted, hotels and restaurants started to shut down temporarily, and the air con was turned off in the city's metro. Officials in the city continue to try and find alternative sources of water - but the community continue to pray for rain. Tap the link in our bio to read more about Chennai's water crisis. (📸 Getty Images) #chennai #watercrisis #india #bbcnews

A post shared by Leonardo DiCaprio (@leonardodicaprio) on

હાલમાં ચેન્નઈની આવી પરિસ્થિતિ છે
ચેન્નઈમાં જળ સંકટ દૂર કરવા માટે તમિલનાડુ સરકારે નવી યોજના બનાવી છે. ચેન્નઈમાં 52.5 કરોડ લીટર પ્રતિ દિવસ પાણીનો સપ્લાય કરવામાં આવે છે પરંતુ જે ચાર જળાશયોમાંથી પાણી આવતું હતું, તે સુકાઈ ગયા છે. સરકારે જોલારપેટ્ટઈથી રેલવેની મદદથી રોજ 1 કરોડ લીટર પાણી લાવવાની યોજના બનાવી છે. જોલારપેટ્ટઈ ચેન્નઈથી 220 કિમી દૂર છે. આ સિવાય કેરળે પણ તમિલનાડુને રોજ 20 લાખ લીટર પાણી આપવાની વાત કહી છે.

લિયોનાર્દો ફાઉન્ડેશન ચલાવે છે
લિયોનાર્દોએ પોતાના નામથી 1998માં એક ફાઉન્ડેશન બનાવ્યું હતું. આ ફાઉન્ડેશન પર્યાવરણ જાગૃતત્તા વધારવાનું કામ કરે છે. ફાઉન્ડેશનની મદદથી જે ફંડ ભેગું થાય છે, તે પર્યાવરણની સુરક્ષા માટે કામ કરનાર પાછળ ખર્ચ કરવામાં આવે છે.

લિયોનાર્દો ચાર વર્ષ પહેલાં ભારત આવ્યો હતો
લિયાનાર્દો ચાર વર્ષ પહેલાં એટલે કે 2015માં ભારત આવ્યો હતો. અહીંયા તેણે પોતાની ડોક્યુમેન્ટરી ફિલ્મ 'બિયોન્ડ ધ ફ્લડ'ના કેટલાંક હિસ્સાઓનું શૂટિંગ કર્યું હતું. આ સમય દરમિયાન સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટની સુનિતા નારાયણનો ઈન્ટરવ્યૂ લીધો હતો અને તાજ મહેલની મુલાકાત લીધી હતી.

X
Hollywood Actor Leonardo DiCaprio Shares Deep Concerns Over Ongoing Water Crisis In Chennai
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી