• Home
  • Bollywood
  • Hollywood
  • hollywood actor Brad Pitt asks Nasa astronaut if he saw Chandrayaan 2's Vikram lander. His reply is priceless

ચંદ્રયાન 2 / એક્ટર બ્રાડ પીટે સ્પેસ સ્ટેશનમાં હાજર અવકાશયાત્રીને પૂછ્યું, તમે ભારતીય મૂન લેન્ડર જોયું હતું?

hollywood actor Brad Pitt asks Nasa astronaut if he saw Chandrayaan 2's Vikram lander. His reply is priceless

Divyabhaskar.com

Sep 17, 2019, 04:32 PM IST

લોસ એન્જલસઃ હોલિવૂડ એક્ટર બ્રાડ પીટે સોમવાર (16 સપ્ટેમ્બર) ના રોજ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર હાજર અમેરિકન અવકાશયાત્રી નિક હેગ સાથે વાત કરી હતી. બ્રાડ પીટે પોતાની ફિલ્મ ‘એડ એસ્ટ્રા’ના પ્રમોશન માટે અવકાશયાત્રી સાથે વાત કરી હતી. હેગ સાથેની વાતચીતમાં બ્રાડ પીટે ભારતના ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડર અંગે સવાલ કર્યો હતો. એક્ટરે નિકને પૂછ્યું હતું કે તેણે ચંદ્ર પર ભારતના મૂન લેન્ડરનું અસફળ લેન્ડિંગ જોયું હતું? જેના જવાબમાં હેગે ના પાડી હતી.

ઉલ્લેખનીય છે કે આઈએસએસમાં હાજર અવકાશયાત્રીઓને ‘એડ એસ્ટ્રા’ ફિલ્મ બતાવવામાં આવી હતી. 20 મિનિટના આ વીડિયો કોલ દરમિયાન પીટે હેગને પૂછ્યું હતું કે તેને તેની તથા જ્યોર્જ ક્લૂનીમાંથી કોને અભિનય ગમ્યો? જેના જવાબમાં અવકાશયાત્રીએ પીટને બેસ્ટ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં ક્લૂનીએ ‘ગ્રેવિટી’ ફિલ્મમાં કામ કર્યું હતું.

આ ઉપરાંત પીટે હેગ સાથેની વાતચીતમાં આઈએસએસમાં કેવી રીતે જીવન જીવવામાં આવે છે, તે અંગે સવાલ કર્યો હતો. હેગે પીટના વખાણ કરતાં કહ્યું હતું કે તેની ફિલ્મનો સેટ એકદમ અવકાશ સ્ટેશન જેવો લાગતો હતો.

નાસાએ ચંદ્રયાન 2ના વખાણ કર્યાં હતાં
નાસાએ વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટ્યા બાદ ટ્વીટ કરીને ચંદ્રયાન 2ની પ્રશંસા કરી હતી. નાસાએ કહ્યું હતું, ‘અવકાશ મુશ્કેલ છે. અમે ઈસરોના ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન 2ને લેન્ડિંગ કરાવવાના પ્રયાસના વખાણ કરીએ છીએ. તમે અમને પ્રેરિત કર્યાં છે અને ભવિષ્યમાં આપણે સૌર મંડળના રિસર્ચ માટે સાથે કામ કરીશું.’

વિશ્વના અલગ-અલગ દેશોએ વખાણ કર્યાં
ઈસરોના વૈજ્ઞાનિકોની વિશ્વભરના દેશોએ વખાણ કર્યાં હતાં. વિશ્વભરના ટોચના અખબારોમાં ચંદ્રયાન 2ને સ્થાન આપવામાં આવ્યું હતું અને આ મિશનને અત્યાર સુધીની સૌથી મહત્ત્વકાંક્ષી મિશન ગણાવવામાં આવ્યું હતું.

X
hollywood actor Brad Pitt asks Nasa astronaut if he saw Chandrayaan 2's Vikram lander. His reply is priceless
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી