તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

18 વર્ષીય બિલી આઈલિશને સૌથી વધુ પાંચ ગ્રેમી મળ્યાં, લેડી ગાગાએ 11મી વખત અવોર્ડ જીત્યો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
બિલી એલિશ પાંચ ગ્રેમી અવોર્ડ સાથે
  • ગ્રેમી અવોર્ડ દરમિયાન કલાકારોએ બાસ્કેટબોલ ખેલાડી કોબી બ્રાયનને શ્રદ્ધાંજલિ પાઠવી
  • અમેરિકન રેપર નિપ્સે હસલને મરણોપરાંત સન્માન મળ્યું, લિજ્જોને બેસ્ટ પોપ સોલો પર્ફોર્મન્સ માટે અવોર્ડ
  • લેડી ગાગાને ‘આઈ વિલ નેવર લવ અગેન’ તથા ‘શૈલો’ ગીત માટે ગ્રેમી અવોર્ડ મળ્યાં

લોસ એન્જલસઃ લિજેન્ડરી પ્લેયર કોબે બ્રાયનને શ્રદ્ધાંજલિ આપવાની સાથે ગ્રેમી 2020 અવોર્ડ સેરેમની શરૂ થઈ હતી. 62મા ગ્રેમી અવોર્ડ્સ લોસ એન્જલસમાં યોજાયા હતાં. સૌથી વધુ આઠ કેટેગરીમાં નોમિનેટેડ લિજ્જોને ટ્રૂથ હર્ટ્સ માટે બેસ્ટ પોપ સોલો પર્ફોર્મન્સ ગ્રેમી અવોર્ડ મળ્યો હતો. બિલી આઈલિશને છ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, તેણે પાંચ ગ્રેમી અવોર્ડ્સ જીત્યા હતાં. આ અવોર્ડ જીતનારી બિલી (18 વર્ષીય) સૌથી યુવા કલાકાર છે. બિલીને ચાર ટોપ કેટેગરી બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ, સોંગ ઓફ ધ યર, રેકોર્ડ ઓફ ધ યર તથા આલ્બમ ઓફ ધ યરમાં અવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત પોપ વોકલ આલ્બમ માટે પણ બિલીને ગ્રેમી અવોર્ડ મળ્યો છે. ગ્રેમી અવોર્ડ સેરેમનીને 15વાર ગ્રેમી અવોર્ડ જીતનાર એલિશિયા કીજે કરી હતી. મિશેલ ઓબામાને બેસ્ટ સ્પોકન વર્ડ આલ્બમ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. લેડી ગાગા 11મી વાર ગ્રેમી અવોર્ડ જીતી હતી. 

પ્રિયંકા ચોપરાએ આગવી રીતે કોબી બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ પાઠવી
પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસ સાથે ગ્રેમી અવોર્ડમાં હાજર રહી હતી. પ્રિયંકાએ બાસ્કેટબોલ ખેલાડી કોબી બ્રાયન્ટને અલગ અંદાજમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રિયંકા ચોપરાએ જમણા હાથની તર્જનીના નખ પર કોબીનો જર્સી નંબર ‘24’ લખ્યો હતો.

વિજેતાઅવોર્ડસોંગ
બિલી આઈલિશસોંગ ઓફ ધ યર, બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ, બેસ્ટ પોપ વોકલ આલ્બમ, રેકોર્ડ ઓફ ધ યર, આલ્બમ ઓફ ધ યરબેડ ગાય, વેન વી ઓલ ફોલ અસ્લીપ
લિજ્જોબેસ્ટ પોપ સોલો પર્ફોર્મન્સટ્રૂથ હર્ટ્સ
લિલ નેસ એક્સ- બિલી રે સાયરસ બેસ્ટ પોપ ડ્યૂઓ/ગ્રૂપ પર્ફોર્મન્સઓલ્ડ ટાઉન રોડ
એન્ડરસન પાકબેસ્ટ આર એન્ડ બી પર્ફોર્મન્સકમ હોમ
એલ્વિસ કોસ્ટેલો- ધ ઈમ્પોસ્ટર્સબેસ્ટ ટ્રેડિશનલ પોપ વોકલ આલ્બમલુક નાઉ
ગેરી ક્લાર્ક જુનિયરબેસ્ટ રોક પર્ફોર્મન્સજુનિયર ધિસ લેન્ડ
લિજ્જોબેસ્ટ અર્બન કન્ટેમ્પરરી આલ્બમકોઝ આઈ લવ યુ
ધ કેમિકલ બ્રધર્સ બેસ્ટ ડાન્સ ઈલેક્ટ્રોનિક આલ્બમનો જીયોગ્રાફી
ધ કેમિકલ બ્રધર્સબેસ્ટ ડાન્સ રેકોર્ડિંગગોટ ટૂ કીપ ઓન
રોડ્રિગ્રો વાય ગેબ્રિએલા બેસ્ટ કન્ટેમ્પરરી ઈન્સ્ટ્રૂમેન્ટલ આલ્બમમેટાવોલ્યુશન
ડીજે ખાલિદ બેસ્ટ રૈપ/પર્ફોર્મન્સહાયર
વિલી નેલસનબેસ્ટ કન્ટ્રી સોલો પર્ફોર્મન્સ રાઈડ મી બેક હોમ
ટાયલર ધ ક્રિએટરબેસ્ટ રૈપ આલ્બમઈગોર
જે કોલ, ડકોરી નૈચ, એન્થોની વ્હાઈટ, 21 સેવેજબેસ્ટ રૈપ સોંગઅ લોટ
કેજ ધ એલિફન્ટબેસ્ટ રોક આલ્બમસોશ્યિલ કૂઝ
મિશેલ ઓબામાબેસ્ટ સ્પોકન વર્ડબીકમિંગ
સારા બેરીલેસબેસ્ટ અમેરિકન રૂટ્સ પર્ફોર્મન્સસેન્ટ હોનેસ્ટી
વેમ્પાયર વીકેન્ડબેસ્ટ અલ્ટરનેટિવ મ્યૂઝિક આલ્બમફાધર ઓફ ધ બ્રાઈડ
બિયોન્સે બેસ્ટ મ્યૂઝિક ફિલ્મહોમકમિંગ
તાન્યા ટકરબેસ્ટ કન્ટ્રી આલ્બમવાઈલ આઈ એમ લિવ ઈન
તાન્યા ટકરબેસ્ટ કન્ટ્રી સોંગબ્રિન્ગ માય ફ્લાવર્સ નાઉ
નિપ્સે હસલબેસ્ટ રૈપ પર્ફોર્મન્સ રેક્સ ઈન ધ મિડિલ
પીટર કેટરબેસ્ટ ન્યૂ એજ આલ્બમવિંગ્સ
એસ્પરેન્જા સ્પાલડિંગ બેસ્ટ જજ વોકલ આલ્બમ12 લિટિલ સ્પેલ્સ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો