તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Goodies Bags Of Oscars 2020 Includes 24 karat Gold Vape Pen, Free Botox, Hawaiian Vacation

ગુડી બેગમાં 24 કેરેટ ગોલ્ડ પેન, હોનોલુલુમાં વેકેશન તથા ફ્રી બોટોક્સ સહિતની ગિફ્ટ્સ સામેલ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોસ એન્જલસઃ 9 ફેબ્રુઆરીના રોજ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 92મા ઓસ્કર અવોર્ડ્સ યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એક્ટિંગ તથા ડિરેક્ટરની કેટેગરીના નોમિનીઝને ગુડી બેગ આપવામાં આવી છે. એક ચર્ચા પ્રમાણે, ગુડી બેગની કિંમત એક લાખ ડોલર (અંદાજે 71 લાખ રૂપિયા) હોવાનું માનવામાં આવે છે. માર્કેટિંગ એજન્સી ડિસ્ટિન્ક્ટિવ એસેટ્સ ગુડી બેગ આપે છે. છેલ્લાં બે દાયકાથી આ એજન્સી નોમિનીઝને ગુડી બેગ આપતી હોય છે. કુલ 25 નોમિનીઝને આ ગુડી બેગ ઓસ્કર અવોર્ડના એક અઠવાડિયા પહેલાં આપવામાં આવતી હોય છે. 
સૂત્રોના મતે, એજન્સીએ પ્રેસ રિલીઝમાં ગુડી બેગમાં કઈ કઈ વસ્તુઓ સામેલ છે, તે વાત જાહેર કરી હતી. ગુડી બેગમાં ક્રિસ્ટર ઈયરિંગ્સ, 24 કેરેટ હોલોટીપ્સ વાપ પેન અને 12 દિવસની ક્રૂઝ સફર સામેલ છે. બેગમાં કોડ સિગ્નેચરની એડિબલ ચોકલેટ અને હોટ્સી ટોટ્સી હ્યુઝના બ્રાઝિલિયન માટી તથા કોકોનટ મિલ્કમાંથી બનાવેલા 24 કેરેટના રોયલ ચક્ર બાથ બોમ્બ પણ છે
વધુમાં ટેક પ્રોડક્ટ્સ પણ ગુડી બેગમાં મૂકવામાં આવી છે, જેમાં મેડિટેશન હેડબેન્ડ તથા પીઝી મિડસ્ટ્રીમનું યુરિન કલેક્ટર છે. નોમિનીઝને એક વર્ષની લીવઈટઅપની મેમ્બરશીપ આપવામાં આવશે. લીવઈટઅપમાં એક્સપર્ટ નોમિનીઝને લાઈફ સ્કિલ્સ જેવી કે વેલનેસ, ફાઈનાન્સિયલ હેલ્થ તથા માઈન્ડફૂલનેસ પર ટેકસ્ટ મેસેજથી સર્વિસ આપશે.

આ સ્ટાર્સને ગુડી બેગ મળશે
લીડ એક્ટર્સ કેટેગરીમાં એન્ટોનિયો બેન્ડેરાસ (પેઈન એન્ડ ગ્લોરી), લિયોનાર્ડો ડી કેપ્રિયો (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ), એડમ ડ્રાઈવર (મેરેજ સ્ટોરી), વૉકિન ફીનિક્સ (જોકર), જોનાથન પ્રાયસ (ધ ટુ પોપ્સ), લીડ એક્ટ્રેસ કેટેગરીમાં સિન્થિયા એરિવો (હેરિયેટ), સ્કારલેટ જોહાનસન (મેરેજ સ્ટોરી), સિર્શા રોનાન (લિટલ વિમેન), ચાર્લીઝ થેરોન (બોમ્બશેલ), રેની ઝેલવેગર (જુડી), સપોર્ટિંગ એક્ટર કેટેગરીમાં ટોમ હેન્ક્સ (અ બ્યુટિફુલ ડે ઈન ધ નેઈબરહૂડ), એન્થની હોપકિન્સ (ધ ટુ પોપ્સ), અલ પચીનો (ધ આઈરિશમેન), જો પેશી (ધ આઈરિશમેન), બ્રાડ પિટ (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ), સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં કેથી બેટ્સ (રિચર્ડ જ્વેલ), લૉરા ડર્ન (મેરેજ સ્ટોરી), સ્કારલેટ જોહાનસન (જોજો રેબિટ), ફ્લોરેન્સ પ્યૂ (લિટલ વિમેન), માર્ગો રોબી (બોમ્બશેલ)  તથા બેસ્ટ ડિરેક્ટર કેટેગરીમાં બોન્ગ જૂન હો (પેરાસાઈટ), સામ મેન્ડિસ (1917), ટોડ ફિલિપ્સ (જોકર), માર્ટિન સ્કોર્સેઝી (ધ આઈરિશમેન), ક્વેન્ટિન ટેરેન્ટિનો (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ)ને ગુડી બેગ આપવામાં આવશે. 

સ્કારલેટને એક ગુડી બેગ મળશે
હોલિવૂડ એક્ટ્રેસ સ્કારલેટ જોહાનસન બેસ્ટ એક્ટ્રેસ તથા સપોર્ટિંગ એક્ટ્રેસ એમ બે કેટેગરીમાં નોમિનેટ છે. જોકે, માર્કેટિંગ ડિસ્ટિન્ક્ટિવ એસેટ્સના ફાઉન્ડર લૅશ ફેરીએ કહ્યું હતું કે સ્કારલેટને એક જ ગુડી બેગ આપવામાં આવશે. જોહાનસન પોતાની બીજી કેરી બેગ ડોનેટ કરવા ઈચ્છે છે કે નહીં તે વાતની માહિતી પછી આપવામાં આવશે. 
લૅશ ફેરી ‘ધ સુલતાન ઓફ સ્વેગ’ના નિકનેમથી જાણીતા છે. તેમણે વર્ષ 2000માં ગ્રેમી અવોર્ડ્સમાં સેલિબ્રિટીઝને બ્રાન્ડેડ ગિફ્ટ્સ આપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે દરેક ટોપ અવોર્ડ્ શોમાં આ રીતે ગિફ્ટ્સ આપવાનું શરૂ કર્યું હતું, આમાં ટોની અવોર્ડ તથા અમેરિકન મ્યૂઝિક અવોર્ડ પણ સામેલ છે. ઓસ્કરમાં છેલ્લાં બે દાયકામાં કોઈ પણ નોમિનીએ ઓસ્કર ગિફ્ટ બેગ સ્વીકારની ના પાડી નથી. જોકે, ગયા વર્ષે બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેટ થયેલી ગ્લેન ક્લોઝ (ધ વાઈફ)એ પોતાની ગુડી બેગ વુમન્સ ચેરિટી માટે આપી હતી. ગ્લેન સિવાય એક પણ એક્ટરે ગુડી બેગ ના સ્વીકારી હોય તેમ બન્યું નથી. 

સૂટકેસો ભરીને ગિફ્ટ્સ આપવામાં આવે છે
ગિફ્ટ બેગ કે ગુડી બેગ તો બહુ નાનો શબ્દ છે. ખરા અર્થમાં ઓસ્કર સેરેમનીના અઠવાડિયા પહેલાં સૂટકેસો ભરીને નોમિનીઝને અનેક વસ્તુઓ ગિફ્ટમાં આપવામાં આવે છે. 

ગુડી બેગમાં આ વસ્તુઓ પણ હશે
- ઓફિસિના બર્નાર્ડી બ્રાન્ડનું ગોલ્ડ અને સિલ્વર ‘મૂન બ્રેસલેટ’
- 10 પર્સનલ ટ્રેનિંગ સેશન
- આર્ટીસ્ટ જોન થોમને બનાવેલું કસ્ટમ સ્ટેઇન્ડ-ગ્લાસ પોટ્રેટ 
- CBD બાર્પેક સિરપ, જે કોકટેલ કે મોકટેલમાં ઉમેરી શકાય
- શૅરબેંક બ્રાન્ડની લક્ઝરી કાર ફ્રેગરન્સ 
- ન્યૂ યોર્કમાં ડો. કોન્સ્ટેન્ટિન પાસે 25000 ડોલર (અંદાજે 17,78,450 રૂ.) સુધીની ટ્રીટમેન્ટ્સ ફ્રી, જેમાં કેમિકલ પીલ્સ, લેઝર સ્કીન રીસર્ફેસીંગ તથા બોટોક્સ સામેલ છે.
- સ્પેનમાં ફેરો કમ્પલિડા લાઈટહાઉસમાં સ્ટે
- ઓલ્ડ સ્પાઈસ અલ્ટ્રા સ્મૂથ ડિઓડરન્ટ
- કસ્ટમ ડિઝાઈનના રેમો બ્રાન્ડના બુલેટપ્રૂફ સિક્યોરિટી દરવાજા
- હોનુલુલુમાં વાઈકીકી બીચકોમ્બર હોટલમાં પાંચ દિવસનો સ્ટે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો