પ્રતિક્રિયા / વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘જોકર’ને આઠ મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું

film Joker got a standing ovation for eight minutes at the Venice Film Festival

Divyabhaskar.com

Sep 02, 2019, 02:10 PM IST

ઈટલીઃ ‘વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ’માં હોલિવૂડ ફિલ્મ ‘જોકર’નું પ્રીમિયર યોજાયું હતું. આ ફિલ્મનું ટ્રેલર જેટલું જબરજસ્ત છે, ફિલ્મ પણ એટલી જ કમાલની છે. આ ફિલ્મ જોયા બાદ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શકોએ આઠ મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

ફિલ્મ સીધી ઓસ્કરમાં જાય તેવી
ફિલ્મના સ્ક્રીનિંગ બાદ દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ સીધી ઓસ્કરમાં જાય તેવી છે. વેનિસ આર્ટિસ્ટિક ડિરેક્ટર અલબેટ્રો બાર્બેરાએ પણ આ જ પ્રકારનો મત આપ્યો હતો. જોકર બનતા જોક્વીન ફિનિક્સની એક્ટિંગ સ્કિલના વખાણ કરવામાં આવ્યા છે.

4 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થશે
આ ફિલ્મ બેટમેનની સાથે જોકરના સંઘર્ષને તથા તે કેવી પરિસ્થિતમાં વિલન બન્યો તે વાત કરે છે. એક ક્રૂર સમાજમાં કેવી રીતે જોકર જેવા વ્યક્તિઓએ સંઘર્ષ કરવો પડે છે, તે વાત ફિલ્મમાં કહેવામાં આવી છે. આ ફિલ્મને ટોડ ફિલિપ્સે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં જોક્વીન ફિનિક્સ, રોબર્ટ ડી નીરો, બ્રેટ કુલેન, જૈજી બીટ્ઝ તથા ડાંટે ઓલ્સન જેવા કલાકારો છે. આ ફિલ્મ ચાર ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

X
film Joker got a standing ovation for eight minutes at the Venice Film Festival
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી