અપકમિંગ / ‘F9- ધ ફાસ્ટ સાગા’નું ટ્રેલર શુક્રવારે રિલીઝ થશે, ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસ’ ફ્રેન્ચાઇઝીની નવમી ફિલ્મ

'Fast & Furious 9' trailer is coming Friday

Divyabhaskar.com

Jan 29, 2020, 11:22 AM IST

હોલિવૂડ ડેસ્ક: ‘F9- ધ ફાસ્ટ સાગા’ ફિલ્મ હોલિવૂડ એક્શન ફિલ્મ છે જેમાં વિન ડિઝલ લીડ રોલમાં છે. આ 2017ની ફિલ્મ ‘ધ ફેટ ઓફ ફ્યુરિઅસ’ની સિક્વલ અને ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસ’ ફ્રેન્ચાઇઝીની નવમી ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર 31 જાન્યુઆરીએ રિલીઝ થવાનું છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતાં વિન ડિઝલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘આપણી વધુ નજીક આવી રહ્યા છીએ.’

ટ્રેલર રિલીઝ પહેલાં ફિલ્મનું એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

‘F9- ધ ફાસ્ટ સાગા’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં રેસલર જ્હોન સીના પણ સામેલ છે જે પહેલીવાર આ સિરીઝમાં દેખાશે. ફિલ્મને જસ્ટિન લિને ડિરેક્ટ કરી છે અને વિન ડિઝલ ફિલ્મનો પ્રોડ્યૂસર પણ છે. આ ફિલ્મ ઉનાળામાં રિલીઝ થવાની છે. 22 મેના રોજ ફિલ્મ રિલીઝ થવાની સંભાવના છે.

X
'Fast & Furious 9' trailer is coming Friday

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી