તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Emmy Awards 2019 Fourth Time 'Games Of Thrones' Best Drama Series, Highest Nominated In 32 Categories

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોથીવાર ‘ગેમ્સ ઓફ થ્રોન્સ’ બેસ્ટ ડ્રામા સીરિઝ તરીકે પસંદગી પામી, સૌથી વધુ 32 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોસ એન્જલસઃ રવિવાર (22 સપ્ટેમ્બર) રાત્રે અમેરિકન ટીવી ઈન્ડસ્ટ્રીઝના લોકપ્રિય એક્સલન્સ એવોર્ડ એમીની જાહેરાત કરવામાં આવી હતી. લોસ એન્જલસના માઈક્રોસોફ્ટ થિયેટરમાં 71મા એમી એવોર્ડ્સમાં ‘ગેમ ઓફ થ્રોન્સ’ને બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ મળ્યો હતો. આ સીરિઝને ચોથીવાર આ એવોર્ડ મળ્યો છે. આ પહેલાં 2015, 2016 તથા 2018મા પણ એમીમાં જ બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ મળ્યો હતો. આ વર્ષે સૌથી વધારે 32 કેટેગરીમાં આ સીરિઝને નોમિનેટ કરવામાં આવી હતી. સીરિઝ માટે પીટર ડિંકલાગેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ડ્રામા)નો એવોર્ડ પણ મળ્યો છે. 

‘ફ્લીબેગ’ને બેસ્ટ કોમેડી સીરિઝ
બેસ્ટ કોમેડી સીરિઝનો એવોર્ડ ‘ફ્લીબેગ’ને મળ્યો છે. બેસ્ટ ટીવી મૂવીનો એવોર્ડ ‘બ્લેક મિરરઃ બેન્ડરસ્નેચ’ને મળ્યો છે. બેસ્ટ ટોક શો ‘લાસ્ટ વિક ટુનાઈટ વીથ જોન ઓલિવર’ને મળ્યો છે તો બેસ્ટ વેરાયટી સ્કેચ સીરિઝનો એવોર્ડ ‘સેટરડે નાઈટ લાઈવ’ને મળ્યો છે. 

એમી એવોર્ડ્સ વિનરનું લિસ્ટ

કેટેગરીવિનરસીરિઝ
બેસ્ટ ડ્રામા સીરિઝગેમ ઓફ થ્રોન્સ
બેસ્ટ કોમેડી સીરિઝફ્લીબેગ
બેસ્ટ વેરાયટી ટોક શોલાસ્ટ વીક ટુનાઈટ વીથ જોન ઓલિવર
બેસ્ટ વેરાયટી સ્કેચ સીરિઝસેટરડે નાઈટ લાઈવ
બેસ્ટ લિમિટેડ સીરિઝચેર્નોબી
બેસ્ટ ટીવી મૂવીબ્લેક મિરરઃ બેન્ડરસ્નેચ
બેસ્ટ એક્ટર (કોમેડી) બિલ હડરબેરી
બેસ્ટ એક્ટર (ડ્રામા)બિલ પોર્ટનરપોઝ
બેસ્ટ એક્ટર (લિમિટેડ સીરિઝ અથવા મૂવી)ઝર્રેલ જેરોમવેન ધે સી અસ
બેસ્ટ એક્ટ્રેસ (કોમેડી)ફોએબ વાલર બ્રિજફ્લીબેગ
બેસ્ટ એક્ટ્રેસ (ડ્રામા)જોડી કોમરકિલિંગ ઈવ
બેસ્ટ એક્ટ્રેસ (લિમિટેડ સીરિઝ કે મૂવી)મિસેલ વિલિયમ્સફોર્સ/વેર્ડોન
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (કોમેડી)ટોની શાલ્હૌબધ માર્વેલિયસ મિસિસ મિસેલ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ડ્રામા)પીટર ડિંકલાગેગેમ ઓફ થ્રોન્સ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (લિમિટેડ સીરિઝ કે મૂવી)બેન વ્હીશોઅ વેરી ઈંગ્લિશ સ્કેન્ડલ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (કોમેડી)એલેક્સ બોર્સ્ટેનધ માર્વિલિયસ મિસિસ મિસેલ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (ડ્રામા)જુલિયા ગાર્નરઓઝાર્ક
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (લિમિટેડ સીરિઝ કે મૂવી)પેટ્રિકિયાધ એક્ટ
બેસ્ટ ડિરેક્ટર (કોમેડી)હેરી બ્રેડિબિયરફ્લીબેગ
બેસ્ટ ડિરેક્ટર (ડ્રામા)જેસન બેટમેનઓઝાર્ક
બેસ્ટ ડિરેક્ટર (લિમિટે સીરિઝ કે મૂવી અથવા ડ્રામેટિક સ્પેશિયલ)જોહન રૈન્કચેર્નોબી
બેસ્ટ ડિરેક્ટર (વેરાયટી સીરિઝ)ડોન રોય કિંગસેટરડે નાઈટ લાઈવ
બેસ્ટ રાઈટિંગ (કોમેડી)ફોએબ વારલ બ્રીજફ્લીબેગ
બેસ્ટ રાઈટિંગ (ડ્રમા)જેસ આર્મસ્ટ્રોંગસક્સેસિયન
બેસ્ટ રાઈટિંગ (લિમિટેડ સીરિઝ કે મૂવી કે ડ્રામેટિક સ્પેશિયલ)ચેર્નોબી
બેસ્ટ રાઈટિંગ (વેરાયિટી સીરિઝ)લાસ્ટ વીક ટુનાઈટ વિથ જોન ઓલિવર
બેસ્ટ કોમ્પિટીશન પ્રોગ્રામરુપોલ્સ ડ્રેગ રેસ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો