• Home
  • Bollywood
  • Hollywood
  • Emmy Awards 2019 Fourth time 'Games of Thrones' Best Drama Series, highest nominated in 32 categories

એમી એવોર્ડ્સ 2019 / ચોથીવાર ‘ગેમ્સ ઓફ થ્રોન્સ’ બેસ્ટ ડ્રામા સીરિઝ તરીકે પસંદગી પામી, સૌથી વધુ 32 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી

Emmy Awards 2019 Fourth time 'Games of Thrones' Best Drama Series, highest nominated in 32 categories

Divyabhaskar.com

Sep 23, 2019, 05:22 PM IST

લોસ એન્જલસઃ રવિવાર (22 સપ્ટેમ્બર) રાત્રે અમેરિકન ટીવી ઈન્ડસ્ટ્રીઝના લોકપ્રિય એક્સલન્સ એવોર્ડ એમીની જાહેરાત કરવામાં આવી હતી. લોસ એન્જલસના માઈક્રોસોફ્ટ થિયેટરમાં 71મા એમી એવોર્ડ્સમાં ‘ગેમ ઓફ થ્રોન્સ’ને બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ મળ્યો હતો. આ સીરિઝને ચોથીવાર આ એવોર્ડ મળ્યો છે. આ પહેલાં 2015, 2016 તથા 2018મા પણ એમીમાં જ બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ મળ્યો હતો. આ વર્ષે સૌથી વધારે 32 કેટેગરીમાં આ સીરિઝને નોમિનેટ કરવામાં આવી હતી. સીરિઝ માટે પીટર ડિંકલાગેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ડ્રામા)નો એવોર્ડ પણ મળ્યો છે.

‘ફ્લીબેગ’ને બેસ્ટ કોમેડી સીરિઝ
બેસ્ટ કોમેડી સીરિઝનો એવોર્ડ ‘ફ્લીબેગ’ને મળ્યો છે. બેસ્ટ ટીવી મૂવીનો એવોર્ડ ‘બ્લેક મિરરઃ બેન્ડરસ્નેચ’ને મળ્યો છે. બેસ્ટ ટોક શો ‘લાસ્ટ વિક ટુનાઈટ વીથ જોન ઓલિવર’ને મળ્યો છે તો બેસ્ટ વેરાયટી સ્કેચ સીરિઝનો એવોર્ડ ‘સેટરડે નાઈટ લાઈવ’ને મળ્યો છે.

એમી એવોર્ડ્સ વિનરનું લિસ્ટ

કેટેગરી વિનર સીરિઝ
બેસ્ટ ડ્રામા સીરિઝ ગેમ ઓફ થ્રોન્સ
બેસ્ટ કોમેડી સીરિઝ ફ્લીબેગ
બેસ્ટ વેરાયટી ટોક શો લાસ્ટ વીક ટુનાઈટ વીથ જોન ઓલિવર
બેસ્ટ વેરાયટી સ્કેચ સીરિઝ સેટરડે નાઈટ લાઈવ
બેસ્ટ લિમિટેડ સીરિઝ ચેર્નોબી
બેસ્ટ ટીવી મૂવી બ્લેક મિરરઃ બેન્ડરસ્નેચ
બેસ્ટ એક્ટર (કોમેડી) બિલ હડર બેરી
બેસ્ટ એક્ટર (ડ્રામા) બિલ પોર્ટનર પોઝ
બેસ્ટ એક્ટર (લિમિટેડ સીરિઝ અથવા મૂવી) ઝર્રેલ જેરોમ વેન ધે સી અસ
બેસ્ટ એક્ટ્રેસ (કોમેડી) ફોએબ વાલર બ્રિજ ફ્લીબેગ
બેસ્ટ એક્ટ્રેસ (ડ્રામા) જોડી કોમર કિલિંગ ઈવ
બેસ્ટ એક્ટ્રેસ (લિમિટેડ સીરિઝ કે મૂવી) મિસેલ વિલિયમ્સ ફોર્સ/વેર્ડોન
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (કોમેડી) ટોની શાલ્હૌબ ધ માર્વેલિયસ મિસિસ મિસેલ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ડ્રામા) પીટર ડિંકલાગે ગેમ ઓફ થ્રોન્સ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (લિમિટેડ સીરિઝ કે મૂવી) બેન વ્હીશો અ વેરી ઈંગ્લિશ સ્કેન્ડલ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (કોમેડી) એલેક્સ બોર્સ્ટેન ધ માર્વિલિયસ મિસિસ મિસેલ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (ડ્રામા) જુલિયા ગાર્નર ઓઝાર્ક
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (લિમિટેડ સીરિઝ કે મૂવી) પેટ્રિકિયા ધ એક્ટ
બેસ્ટ ડિરેક્ટર (કોમેડી) હેરી બ્રેડિબિયર ફ્લીબેગ
બેસ્ટ ડિરેક્ટર (ડ્રામા) જેસન બેટમેન ઓઝાર્ક
બેસ્ટ ડિરેક્ટર (લિમિટે સીરિઝ કે મૂવી અથવા ડ્રામેટિક સ્પેશિયલ) જોહન રૈન્ક ચેર્નોબી
બેસ્ટ ડિરેક્ટર (વેરાયટી સીરિઝ) ડોન રોય કિંગ સેટરડે નાઈટ લાઈવ
બેસ્ટ રાઈટિંગ (કોમેડી) ફોએબ વારલ બ્રીજ ફ્લીબેગ
બેસ્ટ રાઈટિંગ (ડ્રમા) જેસ આર્મસ્ટ્રોંગ સક્સેસિયન
બેસ્ટ રાઈટિંગ (લિમિટેડ સીરિઝ કે મૂવી કે ડ્રામેટિક સ્પેશિયલ) ચેર્નોબી
બેસ્ટ રાઈટિંગ (વેરાયિટી સીરિઝ) લાસ્ટ વીક ટુનાઈટ વિથ જોન ઓલિવર
બેસ્ટ કોમ્પિટીશન પ્રોગ્રામ રુપોલ્સ ડ્રેગ રેસ

X
Emmy Awards 2019 Fourth time 'Games of Thrones' Best Drama Series, highest nominated in 32 categories
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી