અનાઉન્સમેન્ટ / જેમ્સ બોન્ડ સિરીઝની 25મી ફિલ્મનું નામ ‘નો ટાઈમ ટુ ડાઇ’, ભારતમાં આવતા વર્ષે 3 એપ્રિલના રોજ રિલીઝ થશે

Daniel Craig's last movie as James Bond titled No Time To Die

Divyabhaskar.com

Aug 21, 2019, 10:18 AM IST

હોલિવૂડ ડેસ્ક: બોન્ડ સિરીઝની 25મી ફિલ્મનું નામ જાહેર કરાયું છે. ફિલ્મનું નામ ‘નો ટાઈમ ટુ ડાઇ’ રાખવામાં આવ્યું છે. અગાઉ ફિલ્મનું નામ કામચલાઉ ધોરણે ‘બોન્ડ 25’ રખાયું હતું. ફિલ્મના ડિરેક્ટર કેરી ફુકુનાગા છે. જેમ્સ બોન્ડના ઓફિશિયલ ટ્વિટર પેજ પર ફિલ્મનું નામ અને રિલીઝ ડેટ એક વીડિયો શેર કરીને કરાઈ હતી. આ ફિલ્મ ભારતમાં આવતા વર્ષે 3 એપ્રિલના રોજ રિલીઝ થશે.

આ ફિલ્મમાં ડેનિયલ ક્રેગ પાંચમી વખત જેમ્સ બોન્ડનો રોલ નિભાવી રહ્યો છે. સૌથી પહેલા તે 2006માં ‘કસીનો રોયલ’ ફિલ્મમાં જેમ્સ બોન્ડ તરીકે દેખાયો હતો. ત્યારબાદ તે ‘ક્વોન્ટમ ઓફ સોલેસ’, ‘સ્કાયફોલ’ અને ‘સ્પેક્ટર’ ફિલ્મમાં દેખાયો હતો. હવે તે પાંચમી વખત ‘નો ટાઈમ ટુ ડાઇ’ ફિલ્મમાં જેમ્સ બોન્ડના રોલમાં આખરી વખત દેખાશે.

આ બ્રિટિશ સ્પાય ફ્રેન્ચાઇઝી ફિલ્મમાં ડેનિયલની સાથે ઓસ્કર વિજેતા એક્ટર રામી માલેક પણ સ્ટારકાસ્ટમાં સામેલ છે. રામી માલેક આ ફિલ્મમાં વિલનના રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ લંડન ઉપરાંત ઇટલી, નોર્વે અને જમૈકામાં થયું છે.

X
Daniel Craig's last movie as James Bond titled No Time To Die
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી