Divyabhaskar.com
Nov 24, 2019, 04:38 PM ISTલોસ એન્જલસઃ હોલિવૂડ સ્ટાર ડેનિયલ ક્રેગ વર્ષ 2006થી જેમ્સ બોન્ડની સીરિઝમાં જેમ્સ બોન્ડનો રોલ પ્લે કરે છે. હવે, ડેનિયલે કહ્યું હતું કે તે જેમ્સ બોન્ડના રોલ પ્લે કરશે નહીં. ડેનિયલે ‘ધ લેટ શો’માં સ્ટિફન કોલ્બર્ટને આ વાત કહી હતી.
બોન્ડ સીરિઝની 25મી ફિલ્મ રિલીઝ થશે
શોમાં સ્ટિફન કોલ્બર્ટે ડેનિયલને સવાલ કર્યો હતો કે હવે તું બોન્ડની ભૂમિકા ભજવી ચૂક્યો છે? જેના જવાબમાં ડેનિયલે કેહ્યું હતું કે હા, હવે તે આ ભૂમિકા ભજવશે નહીં. આ પહેલાં પણ ડેનિયલે કહ્યું હતું કે હવે આ રોલ બીજાએ કરવો જોઈએ. જેમ્સ બોન્ડ સીરિઝની ‘નો ટાઈમ ટૂ ડાઈ’ 25મી ફિલ્મ છે. નોંધનીય છે કે વર્ષ 2015મા ડેનિયલે કહ્યું હતું કે તે હવે જેમ્સ બોન્ડની ફિલ્મમાં કામ કરશે નહીં. જોકે, પછી તેણે પોતાનો વિચાર બદલ્યો હતો અને જેમ્બ બોન્ડની 25મી ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી હતી.
ડેનિયલે આ વાત કહી
ડેનિયલે આ પહેલાં કહ્યું હતું કે તેને બોન્ડ બનવું ગમે છે. આમાં તેને કામ કરવાની મજા આવે છે પરંતુ કામ કરવામાં ઘણી જ એનર્જીની જરૂર પડે છે અને તે દિવસે દિવસે ઘરડો થતો જાય છે.
પાંચમી વાર જેમ્સ બન્યો
‘નો ટાઈમ ટૂ ડાઈ’ ફિલ્મમાં ડેનિયલ ક્રેગ પાંચમી વખત જેમ્સ બોન્ડનો રોલ નિભાવી રહ્યો છે. સૌથી પહેલા તે 2006મા ‘કસીનો રોયલ’ ફિલ્મમાં જેમ્સ બોન્ડ તરીકે દેખાયો હતો. ત્યારબાદ તે ‘ક્વોન્ટમ ઓફ સોલેસ’, ‘સ્કાયફોલ’ અને ‘સ્પેક્ટર’ ફિલ્મમાં દેખાયો હતો.
આવતા વર્ષે રિલીઝ થશે
આ બ્રિટિશ સ્પાય ફ્રેન્ચાઇઝી ફિલ્મમાં ડેનિયલની સાથે ઓસ્કર વિજેતા એક્ટર રામી માલેક પણ સ્ટારકાસ્ટમાં સામેલ છે. રામી માલેક આ ફિલ્મમાં વિલનના રોલમાં છે. ફિલ્મમાં દાલી બેનસાલા, લૈશના લિંચ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ લંડન ઉપરાંત ઇટલી, નોર્વે અને જમૈકામાં થયું છે. આ ફિલ્મ ભારતમાં આવતા વર્ષે 3 એપ્રિલે રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે ડેનિયલ ક્રેગ ઉપરાંત રોજર મૂર, શોન કૉનરી, પ્રિયસ બ્રોસનન, ટિમોથી ડોલ્ટન તથા જોર્ડ લેઝનબેએ જેમ્સ બોન્ડનો રોલ પ્લે કર્યો છે.