ફર્સ્ટ લુક / ‘બોન્ડ 25’ ફિલ્મનો ડેનિયલ ક્રેગનો ફર્સ્ટ લુક રિલીઝ, સર્જરી બાદ લંડનમાં શૂટિંગ શરૂ કર્યું

Daniel Craig Returns to James Bond Set in London After Injuring Ankle

Divyabhaskar.com

Jul 02, 2019, 12:24 PM IST

હોલિવૂડ ડેસ્ક: બોન્ડ સિરીઝની 25મી ફિલ્મનું શૂટિંગ હાલ લંડનમાં ચાલી રહ્યું છે. જેમ્સ બોન્ડનો રોલ નિભાવી રહેલ ડેનિયલ ક્રેગનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. ઉપરાંત લંડનમાં ફિલ્મના શૂટિંગ દરમ્યાનનો એક વીડિયો પણ બોન્ડ ફિલ્મના ઓફિશિયલ ટ્વિટર પર લોન્ચ કરાયો છે. તેમાં ડેનિયલ કલાસિક એસ્ટન માર્ટિન V8 ચલાવતો દેખાઈ રહ્યો છે. આ એ જ કાર છે જે બોન્ડ સિરીઝની પહેલી ફિલ્મ ‘ધ લિવિંગ ડેલાઈટ્સ’ (1987)માં પહેલીવાર દેખાઈ હતી.

બોન્ડ સિરીઝની આ 25મી ફિલ્મનું નામ કામચલાઉ ધોરણે ‘બોન્ડ 25’ છે. અગાઉ ડેનિયલને જમૈકામાં શૂટિંગ દરમ્યાન ફિલ્મના સેટ પર ઇજા થઈ હતી જેને કારણે તેણે નાની એન્કલ સર્જરી કરાવી પડી હતી. હવે તે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત પણ થઇ ગયો છે.

ડેનિયલ આ બ્રિટિશ સ્પાય ફ્રેન્ચાઇઝી ફિલ્મમાં જેમ્સ બોન્ડનો રોલ છઠ્ઠી વખત નિભાવી રહ્યો છે. ફિલ્મમાં ઓસ્કર વિજેતા એક્ટર રામી માલેક વિલનના રોલમાં છે. ફિલ્મના ડિરેક્ટર કેરી ફુકુનાગા છે. ફિલ્મનું શૂટિંગ લંડન ઉપરાંત ઇટલી, નોર્વે અને જમૈકામાં થવાનું છે.

આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની છે.

X
Daniel Craig Returns to James Bond Set in London After Injuring Ankle

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી