તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Cynthia Erivo 'bittersweet' As Only Black Actor Nominee In Oscars 2020

ઓસ્કર માટે નોમિનેટ થયેલી એકમાત્ર અશ્વેત અભિનેત્રી સિન્થિયા એરિવોએ કહ્યું, એકલા હોવા પર દુઃખ થાય છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોસ એન્જલસઃ 92મા એકેડેમી અવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેટ થયેલી સિન્થિયા એરિવો એકમાત્ર અશ્વેત નોમિનેશનને કારણે દુઃખી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન સિન્થિયાએ કહ્યું હતું કે આ ખુશીનો પ્રસંગ છે પરંતુ તે અહીંયા એક માત્ર અશ્વેત હોવાને કારણે દુઃખી પણ છે. સિન્થિયાને ફિલ્મ ‘હેરિયટ’ માટે ઓસ્કર નોમિનેશન મળ્યું છે. 
આ પહેલાં સિન્થિયાને ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું પરંતુ અવોર્ડ રેની ઝેલવેગરને ફિલ્મ ‘જુડી’ માટે મળ્યો હતો. રેની ઓસ્કરમાં પણ બેસ્ટ એક્ટ્રેસની રેસમાં છે. 

બીજા સાથે પણ શૅર કરવાની ઈચ્છા છે
સિન્થિયાએ કહ્યું હતું કે આ પ્રસંગ ખુશીની સાથે સાથે આંખ ખોલનારો પણ છે. અહીંયા માત્ર તે એકલી હોઈ શકે નહીં. કદાચ સાંભળવામાં ખરાબ લાગે પરંતુ તેને નફરત થાય છે, જ્યારે સારું કામ નજર સામેથી પસાર થઈ જાય અને પછી પાછળ ફરીને વિચારવામાં આવે કે કાશ, તેમના કામની પણ પ્રશંસા કરી હોત તો. એક્ટ્રેસે કહ્યું હતું કે ઓસ્કર હોલમાં તેના સિવાય કોઈ અશ્વેત એક્ટર હશે નહીં. આ વાતથી દુઃખ થાય છે. 

9 ફેબ્રુઆરીએ આયોજન
92મા ઓસ્કર અવોર્ડ 9 ફેબ્રુઆરીએ  લોસ એન્જલસ ખાતે યોજાશે. બેસ્ટ એક્ટ્રેસની રેસમાં સિન્થિયા તથા રેની ઉપરાંત સ્કારલેટ જોહાનસન (મેરેજ સ્ટોરી), સિર્શા રોનાન (લિટલ વિમેન) તથા ચાર્લીઝ થેરોન (બોમ્બશેલ) છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો