તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

2011માં આવેલી ‘કન્ટેજન’માં કોરોના જેવા વાઈરસની વાત હતી, નવ વર્ષ બાદ ફિલ્મ ટ્રેન્ડ કરી રહી છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોસ એન્જલસઃ ઘણીવાર ફિલ્મ સત્યઘટના પર આધારિત હોય છે. જોકે, ઘણીવાર એવું બને છે કે કોઈ જૂની ફિલ્મ એટલા માટે વાયરલ થાય કારણ કે તે આજના સમયને મેળ ખાતી હોય છે. વર્ષ 2011માં સ્ટીવન સોડરબર્ગના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘કન્ટેજન’ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહી છે. આ ફિલ્મમાં એક ખતરનાક વાઈરસ કેવી રીતે ફેલાય છે, તેની વાત કરવામાં આવી હતી.

સ્વાઈન ફ્લૂ પર આધારિત હતી
ગ્વેનિથ પલ્ટ્રો, મારિઓન કોટિલાર્ડ, બ્રેયાન ક્રેન્સટન, મેટ ડેમન, કેટ વિન્સલેટ જેવા કલાકારો આ ફિલ્મમાં હતાં. વર્ષ 2003માં ફેલાયેલા સીવર એક્યૂરેટ રેસ્પીરેટ્રી સિન્ડ્રોમ તથા 2009માં સ્વાઈન ફ્લૂ વાઈરસમાંથી પ્રેરિત થઈને ફિલ્મ બનાવવામાં આવી હતી. 

કોરોના વાઈરસથી ચીનમાં હાહાકાર
WHOના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસિસે કહ્યું હતું કે સૌથી મોટી ચિંતા એ છે કે વાઈરસ સૌથી ખરાબ સ્વાસ્થ્ય સુવિધા ધરાવતા દેશમાં ના ફેલાય. ચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 259 સુધીના નિધન થયા છે. અત્યાર સુધી 12000 લોકોને આ વાઈરસનો ચેપ લાગ્યો છે. હુબેઈમાં આ વાઈરસની સૌથી વધુ અસર છે. WHOએ આ બીમારીને ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરી છે. ચીને કહ્યું હતું કે તે વાઈરસ સામે લડવામાં પૂરી રીતે સમર્થ છે. ભારત સહિત વિશ્વના 20 દેશોમાં કોરોના વાઈરસના કેસ સામે આવ્યા છે. લોકો ઘણાં જ ડરી ગયા છે. ચીનના લોકો ઘરની બહાર નીકળતા સમયે આ વાઈરસથી બચવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યાં છે. 

‘કન્ટેજન’ને લઈ વાયરલ થતી ટ્વીટ્સ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો