શૂટિંગ / ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલન અને રોબર્ટ પેટિન્સન ‘ટેનેટ’ ફિલ્મના શૂટિંગ માટે મુંબઈ પહોંચ્યા

Christopher Nolan and Robert Pattinson arrive in Mumbai to shoot for Tenet

Divyabhaskar.com

Sep 14, 2019, 06:46 PM IST

હોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલન તેની અપકમિંગ ફિલ્મ ‘ટેનેટ’ના શૂટિંગ માટે મુંબઈ પહોંચ્યા છે. મુંબઈ એરપોર્ટ પર ક્રિસ્ટોફર નોલન અને ટ્વાઇલાઇટ ફેમ રોબર્ટ પેટિન્સન જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ઇન્ડિયન એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયા પણ સામેલ છે. રિપોર્ટ મુજબ મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ 10 દિવસના શેડ્યૂઅલનું છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટો વાઇરલ થયા છે. એક ફેન સાથેના તેમના ફોટો બોલિવૂડ અને ફેશન ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

રિપોર્ટ મુજબ રોબર્ટ પેટિન્સન ડેન્માર્કથી મુંબઈ ક્રિસ્ટોફર નોલન અને જ્હોન ડેવિડ વોશિંગ્ટન સાથે પહોંચ્યો હતો. ફિલ્મના શૂટિંગ માટે ટીમ ફેબ્રુઆરીમાં અને એપ્રિલમાં મુંબઈ લોકેશન શોધવા માટે આવી હતી. ત્યારબાદ હવે તેઓ મુંબઈમાં શૂટિંગ માટે પહોંચી ગયા છે. સૂત્રોની માહિતી મુજબ, સાઉથ બોમ્બેમાં ફિલ્મનું શૂટિંગ તાજ હોટેલ આસપાસ, ગેટ વે ઓફ ઈન્ડિયાની આસપાસ અને કોલાબા માર્કેટ આસપાસ થશે.

આ સ્પાય થ્રિલર મૂવીમાં રોબર્ટ પેટિન્સન, ટેલર જ્હોન્સન, એલિસઝાબેથ ડેબિકી અને જ્હોન ડેવિડ વોશિંગ્ટન પણ સ્ટારકાસ્ટમાં સામેલ છે. ફિલ્મમાં ડિમ્પલ 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાના મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મને ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલન જ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મને મેકર્સ ‘એક્શન એપિક’ તરીકે ગણાવી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ ઇટલી, યુકે, ભારત સહિત અલગ-અલગ સાત દેશોમાં થશે. ‘ટેનેટ’ ફિલ્મ જુલાઈ, 2020માં રિલીઝ થશે.

X
Christopher Nolan and Robert Pattinson arrive in Mumbai to shoot for Tenet
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી