દુઃખદ / કાર્ટૂન કેરેક્ટર મિની માઉસને અવાજ આપનાર રુસી ટેલરનું 75 વર્ષની વયે નિધન

cartoon character Minnie Mouse voice actor Russi Taylor died at 75

Divyabhaskar.com

Jul 28, 2019, 06:39 PM IST

લોસ એન્જલ્સઃ લોકપ્રિય કાર્ટૂન કેરેક્ટ મિની માઉસને પોતાનો અવાજ આપનાર રુસી ટેલરનું શુક્રવાર (26 જુલાઈ)ના રોજ કેલિફોર્નિયામાં નિધન થયું હતું. ધ વોલ્ટ ડિઝની કંપનીના ચેરમેન તથા સીઈઓ બોબ ઈગરે એક નિવેદનમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે મિની માઉસે રુસી ટેલરના નિધન સાથે પોતાનો અવાજ ગુમાવી દીધો.

ઈગરે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી
ઈગરે વધુમાં કહ્યું હતું કે 30 વર્ષથી મિની તથા રુસીએ વિશ્વભરના લાખો લોકોના મનોરંજન માટે સાથે કામ કર્યું. આ બંનેની પાર્ટનરશીપે મિનીને એક ગ્લોબલ આઈકન બનાવી. રુસીના ચાહકો વિશ્વભરમાં છે, રુસીને ડિઝનીના લિજેન્ડ કહેવામાં આવશે. રુસીને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર તથા મિત્રો પ્રત્યે અમારી સંવેદના છે.

નાનપણથી ડિઝની ફૅન
રુસી ટેલરે અલગ-અલગ પ્રોજેક્ટ્સમાં મિનીને અવાજ આપ્યો હતો. જેમાં ટીવી, થીમ પાર્ક, એનિમેટેડ શોર્ટ્સ તથા થિયેટરની ફિલ્મ્સ સામેલ છે. મિનીને અવાજ આપતા પહેલાં રુસી નાનપણથી જ ડિઝનીની ઘણાં જ મોટાં પ્રશંસક હતાં. તેમણે સ્વ. એક્ટર વેન ઓલ્વિન સાથે લગ્ન કર્યાં હતાં. ઓલ્વિને મિકી માઉસને અવાજ આપ્યો હતો.

X
cartoon character Minnie Mouse voice actor Russi Taylor died at 75

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી