દુર્ઘટના / લંડનમાં જેમ્સ બોન્ડ સિરીઝની 25મી ફિલ્મના સેટ પર ધડાકો થયો, એક વ્યક્તિને ઇજા થઇ

Blast on the set of 25th James Bond film, one person injured
Blast on the set of 25th James Bond film, one person injured

divyabhaskar.com

Jun 05, 2019, 12:43 PM IST

હોલિવૂડ ડેસ્ક: લંડનના ‘પાઇનવૂડ સ્ટુડિયો’માં મંગળવારે ધડાકો થયો. જેને કારણે આગામી જેમ્સ બોન્ડ ફિલ્મનો સેટ કાટમાળમાં બદલાઈ ગયો છે. આ ધડાકામાં સ્ટેજને નુકસાન થયું છે ઉપરાંત ક્રૂના એક સભ્યને સામાન્ય ઇજા થઇ છે. બોન્ડ સિરીઝની 25મી ફિલ્મના શૂટિંગ દરમ્યાન આ દુર્ઘટના ઘટી હતી. અંગ્રેજી ન્યૂઝ સાઈટના જણાવ્યા મુજબ, સ્ટંટ દરમ્યાન ગડબડ થતા સેટ પર ત્રણ બ્લાસ્ટ થયા જેમાં છત અને દીવાલો પણ ઊડી ગઈ.

ઓફિશિયલ જેમ્સ બોન્ડના પેજ પર આ ધડાકા વિશે જાહેર કરાયું હતું કે, બોન્ડ 25ના કન્ટ્રોલ્ડ એક્સપ્લોઝનના શૂટિંગ દરમ્યાન પાઇનવૂડ સ્ટુડિયોમાં 007ના સ્ટેજને નુકસાન થયું છે. સેટ પર કોઈને ઇજા થઇ નથી પરંતુ એક ક્રૂ મેમ્બર જે સ્ટેજ બહાર હતો તેને સામાન્ય ઇજા થઇ છે.

અગાઉ આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન લીડ હીરો ડેનિયલ ક્રેગને સેટ પર ઇજા થતાં નાની એન્કલ સર્જરી કરાવી પડી હતી. ડેનિયલ આ બ્રિટિશ સ્પાય ફ્રેન્ચાઇઝી ફિલ્મમાં જેમ્સ બોન્ડનો રોલ પાંચમી વખત નિભાવી રહ્યો છે. આ 25મી ટાઇટલ વગરની ફિલ્મમાં ઓસ્કર વિજેતા એક્ટર રામી માલેક વિલનના રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ લંડન, ઇટલી, નોર્વે અને જમૈકામાં થવાનું છે.

આ ફિલ્મ યુએસ, બ્રિટન અને ફ્રાન્સમાં આવતા વર્ષે 8 એપ્રિલે રિલીઝ થવાની છે.

X
Blast on the set of 25th James Bond film, one person injured
Blast on the set of 25th James Bond film, one person injured

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી