• Home
  • Entertainment
  • Best Documentary Oscar to Win 'American Factory' Produced by Barack Obama Production, Best Sound Design Oscar for Ford Versus Ferrari

ઓસ્કર અવોર્ડ્સ / સાઉથ કોરિયન ફિલ્મ ‘પેરાસાઈટ’ બેસ્ટ ફિલ્મ સહિત ચાર ઓસ્કર જીતી, બેસ્ટ ફિલ્મનો ઓસ્કર જીતનારી પહેલી નોન-ઈંગ્લિશ ફિલ્મ બની

Best Documentary Oscar to Win 'American Factory' Produced by Barack Obama Production, Best Sound Design Oscar for Ford Versus Ferrari

  • સાઉથ કોરિયન ફિલ્મ ‘પેરાસાઈટ’ બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ એમ કુલ ચાર ઓસ્કર અવોર્ડ્સ મળ્યા
  • ‘જોકર’ માટે વૉકિન ફીનિક્સ બેસ્ટ એક્ટર અને ‘જુડી’ માટે રેની ઝેલવેગર બેસ્ટ એક્ટ્રેસ જાહેર થઈ
  • પહેલા વિશ્વયુદ્ધ પર બનેલી ફિલ્મ ‘1917’ને ત્રણ ઓસ્કર મળ્યા
  • માર્ટિન સ્કોર્સેઝીની નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ ‘આઈરિશમેન’ને એકપણ અવોર્ડ ન મળતાં આશ્ચર્ય

Divyabhaskar.com

Feb 10, 2020, 04:18 PM IST

હોલિવૂડ ડેસ્કઃ અમેરિકાના લોસ એન્જલસ ખાતે આવેલા આઈકોનિક ‘કોડક થિયેટર’માં અત્યારે 92મા અકેડેમી અવોર્ડ્સ એટલે કે ‘ઓસ્કર અવોર્ડ્સ’નો જલસો ચાલી રહ્યો છે. વન બાય વન કેટેગરીના ઓસ્કર અવોર્ડ્સ જાહેર થઈ રહ્યા છે. અભિનેતા વૉકિન ફીનિક્સને અપેક્ષા પ્રમાણે જ ‘જોકર’ માટેનો બેસ્ટ એક્ટરનો ઓસ્કર અને અભિનેત્રી રેની ઝેલવેગરને ‘જુડી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર અવોર્ડ મળ્યો છે. અભિનેત્રી લોરા ડર્નને ‘મેરેજ સ્ટોરી’ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો છે. બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવોર્ડ કોરિયન ફિલ્મમેકર બોન્ગ જૂન હોને તેમની બહુચર્ચિત ફિલ્મ ‘પેરાસાઈટ’ માટે મળ્યો છે. સાઉથ કોરિયન ફિલ્મ પેરાસાઈટ ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’નો ઓસ્કર અને ‘બેસ્ટ ડિરેક્ટર’ (ડિરેક્ટર બોન્ગ જૂન હો)નો ઓસ્કર જીતી ચૂકી છે અને ‘બેસ્ટ ફિલ્મ’નો ઓસ્કર પણ જીતી ચૂકી છે. ‘બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ’નું નામ બદલીને આ વખતથી ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કરવામાં આવ્યું છે. જ્યારે સેટાયરિકલ કોમેડી ફિલ્મ ‘જોજો રેબિટ’ને બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેનો અવોર્ડ મળ્યો છે. આ વખતે પણ ઓસ્કર અવોર્ડ્સ કોઈપણ હોસ્ટ વિના યોજાઈ રહ્યા છે. તાજેતરમાં જ દિવંગત થયેલા એક્ટર કર્ક ડગ્લસ અને બાસ્કેટ બૉલ સ્ટાર કોબી બ્રાયન્ટને વર્ષ દરમિયાન અવસાન પામેલી અન્ય ફિલ્મી હસ્તીઓ સાથે ‘ઈન મેમોરિયમ’ વિભાગમાં અંજલિ અપાઈ.

કેટેગરીવાઈઝ ઓસ્કર અવોર્ડ્સ વિજેતાઓ

બેસ્ટપિક્ચરઃ પેરાસાઈટ

બેસ્ટ લીડ એક્ટ્રેસઃ રેની ઝેલવેગર (જુડી)

બેસ્ટ લીડ એક્ટરઃ વૉકિન ફીનિક્સ (જોકર)

બેસ્ટ ડિરેક્ટરઃ બોન્ગ જૂન હો

બેસ્ટ ઓરિજિનલ સોન્ગઃ આઈ એમ ગોના લવ મી અગેઇન (રોકેટમેન)

બેસ્ટ ઓરિજિનલ સ્કોરઃ જોકર

બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મઃ પેરાસાઈટ

બેસ્ટ મેકઅપ એન્ડ હેર સ્ટાઈલિંગઃ બોમ્બશેલ

બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સઃ 1917

બેસ્ટ ફિલ્મ એડિટિંગઃ ફોર્ડ વર્સિસ ફેરારી (એન્ડ્ર્યુ બકલેન્ડ, માઈકલ મેકકસ્કર)

બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ 1917 (રોજર ડીકિન્સ)

બેસ્ટ સાઉન્ડ મિક્સિંગઃ 1917

બેસ્ટ સાઉન્ડ એડિટિંગઃ ફોર્ડ વર્સિસ ફરારી

બેસ્ટ એનિમેટેડ ફિલ્મઃ ટોય સ્ટોરી 4
બેસ્ટ ડોક્યુમેન્ટરીઃ અમેરિકન ફેક્ટરી
બેસ્ટ ડોક્યુમેન્ટરી (શોર્ટ સબ્જેક્ટ): લર્નિંગ ટુ સ્કેટબોર્ડ ઈન અ વૉરઝોન (ઈફ યુ આર અ ગર્લ)
બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મઃ ધ નેબર્સ વિન્ડો
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મઃ હેર લવ
બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલઃ લોરા ડર્ન (મેરેજ સ્ટોરી)
બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલઃ બ્રાડ પિટ (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ)
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ પેરાસાઈટ (બોન્ગ જૂન હો)
બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ જોજો રેબિટ (તાઈકા વાઈતિતિ)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ
બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈનઃ લિટલ વિમેન (જેકલિન ડુરન)

X
Best Documentary Oscar to Win 'American Factory' Produced by Barack Obama Production, Best Sound Design Oscar for Ford Versus Ferrari
Best Documentary Oscar to Win 'American Factory' Produced by Barack Obama Production, Best Sound Design Oscar for Ford Versus Ferrari
Best Documentary Oscar to Win 'American Factory' Produced by Barack Obama Production, Best Sound Design Oscar for Ford Versus Ferrari
Best Documentary Oscar to Win 'American Factory' Produced by Barack Obama Production, Best Sound Design Oscar for Ford Versus Ferrari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી