ગૌરવ / સ્કેટિંગ કરતી 10 વર્ષીય ભારતીય બાળકી પર બનેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘કમલી’ બાફ્ટામાં નોમિનેટ

BAFTA Kamali, documentary on 10yr old Indian girl and her single mom

Divyabhaskar.com

Jan 11, 2020, 05:28 PM IST

લંડનઃ હૃદયને સ્પર્શતી સત્ય ઘટના પર આધારિત ‘કમલી’ ડોક્યુમેન્ટ્રી બાફ્ટા (બ્રિટિશ એકેડેમી ફિલ્મ અવોર્ડ્સ) માટે નોમિનેટ થઈ છે. આ ડોક્યુમેન્ટ્રીમાં ભારતીય સિંગલ માતા સુગંતીએ સંઘર્ષ કર્યો અને સમાજની રૂઢીઓ તોડીને 10 વર્ષીય દીકરી કમલી મૂર્તિને સ્કેટબોર્ડિંગ ચેમ્પિયન બનાવે છે. આ ડોક્યુમેન્ટ્રી 24 મિનિટની છે.

ન્યૂઝીલેન્ડના ડિરેક્ટર સાશા રેઈનબોએ આ ડોક્યુમેન્ટ્રીને ડિરેક્ટ કરી છે. આ ડોક્યુમેન્ટ્રી બ્રિટિશ શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. આ કેટેગરીમાં ‘કમલી’ ઉપરાંત ‘સ્કેટબોર્ડ ઈન અ વોરઝોન (ઈફ યુ આર અ ગર્લ)’, ‘અઝાર’ પણ નોમિનેટ થઈ છે.

‘કમલી’ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રીનો અવોર્ડ એટલાન્ટા ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યો હતો. ડોક્યુમેન્ટ્રીમાં ભારતના તમિલનાડુના મહાબલીપુરમમાં રહેતી 10 વર્ષીય છોકરીની વાત કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટ્રીને ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવી હતી પરંતુ કમનસીબે આ ફિલ્મ ઓસ્કરમાં શોર્ટ લિસ્ટ થઈ શકી નહોતી. ફિલ્મના ડિરેક્ટર સાશાએ કહ્યું હતું કે પહેલાં ઓસ્કરમાં નોમિનેટ થયા અને હવે બાફ્ટામાં નોમિનેટ થયા. આ વાત સન્માન જેવી છે.

કમલી પર સૌ પહેલાં જેમી થોમસની નજર પડી હતી
કમલીની માતા માછીમારીનું કામ કરે છે. અમેરિકન પ્રોફેશનલ સ્કેટબોર્ડર જેમી થોમસે છ વર્ષીય કમલીની તસવીર ફેસબુક પર શૅર કરી હતી. કમલીની તસવીર સાશાએ જોઈ હતી. આ તસવીરમાં છ વર્ષીય કમલી ફ્રોક પહેરીને સ્કેટિંગ કરતી હતી. તેના પગમાં ચંપલ કે શૂઝ નહોતાં અને તેના વાળ ખુલ્લા હતાં. સાશાએ પછી કમલીની માતા સાથે વાત કરી હતી અને તેમની વાત સાંભળ્યા બાદ ડોક્યુમેન્ટ્રી બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ ડોક્યુમેન્ટ્રી છ અઠવાડિયામાં જ બની ગઈ હતી. કમલીને સ્ત્રી સશક્તિકરણના પ્રતિક તરીકે જોવામાં આવે છે.

X
BAFTA Kamali, documentary on 10yr old Indian girl and her single mom

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી