• Home
  • Bollywood
  • Hollywood
  • Avengers: Endgame is $67 million behind Avatar's global gross as it heads towards the end of its BO run

બોક્સઓફિસ / ‘એવેન્જર્સ: એન્ડગેમ’ની કમાણી હવે મંદ પડી, ગ્લોબલ કલેક્શનમાં ‘અવતાર’ ફિલ્મ કરતાં 67 મિલિયન ડોલરની ઓછી કમાણી

Avengers: Endgame is $67 million behind Avatar's global gross as it heads towards the end of its BO run

  • પહેલીવાર આ અઠવાડિયાંના શરૂઆતમાં ફિલ્મનું ડેઇલી કલેક્શન 1 મિલિયન ડોલરથી નીચે ગયું 
  • ‘એવેન્જર્સ: એન્ડગેમ’ની કમાણી અવતાર ફિલ્મની કમાણી કરતાં 4 અબજ 64 કરોડ 91 લાખ 30 હજાર રૂપિયા ઓછી

Divyabhaskar.com

Jun 08, 2019, 06:13 PM IST

હોલિવૂડ ડેસ્ક: માર્વેલ મૂવી ‘એવેન્જર્સ: એન્ડગેમ’ ફિલ્મ એપ્રિલ મહિનામાં રિલીઝ થઇ હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસના ઘણા બધા રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા. પરંતુ આ અઠવાડિયાંના શરૂઆતમાં પહેલીવાર એવું બન્યું કે ફિલ્મનું ડેઇલી કલેક્શન 1 મિલિયન ડોલરથી નીચે ગયું હોય. ફિલ્મનું કલેક્શન 8,69,816 ડોલર થયું હતું. નવી ફિલ્મો રિલીઝ થતા ‘એવેન્જર્સ: એન્ડગેમ’ને બોક્સઓફિસ પર ટક્કર મળી રહી છે. ફિલ્મની 6 જૂન સુધીની ગ્લોબલ કમાણી 2.721 બિલિયન ડોલર છે જ્યારે ‘અવતાર’ ફિલ્મની ગ્લોબલ કમાણી 2.788 બિલિયન ડોલર છે.

ડોમેસ્ટિક બોક્સઓફિસ
6 જૂન સુધીમાં ફિલ્મનું ડોમેસ્ટિક બોક્સઓફિસ કલેક્શન 819.56 મિલિયન ડોલર છે. ડોમેસ્ટિક બોક્સઓફિસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘સ્ટાર વોર્સ: ધ ફોર્સ અવેકન્સ’ની 936.6 મિલિયન ડોલરની કમાણી બાદ બીજા નંબરે છે.

ઓવરસીઝ બોક્સઓફિસ
ઓવરસીઝ બોક્સઓફિસ કલેક્શનમાં બિલિયન ડોલરની કમાણીને પાર કરનાર ‘એવેન્જર્સ: એન્ડગેમ’ અવતાર બાદની બીજી ફિલ્મ બની છે. ઓવરસીઝ માર્કેટમાં ‘એવેન્જર્સ: એન્ડગેમ’ ફિલ્મે 6 જૂન સુધી 1.9 બિલિયન ડોલરની કમાણી કરી છે. ‘અવતાર’ ફિલ્મની ઓવરસીઝ કમાણી 2.02 બિલિયન ડોલર હતી.

ગ્લોબલ બોક્સઓફિસ
ગ્લોબલ લેવલ પર ‘એવેન્જર્સ: એન્ડગેમ’ ફિલ્મની કમાણી 2.721 બિલિયન ડોલર થઇ છે જ્યારે અત્યારસુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘અવતાર’ની કમાણી 2.788 બિલિયન ડોલર છે. ‘અવતાર’ કમાણી કરતાં એવેન્જર્સ: એન્ડગેમ કમાણી 67 મિલિયન ડોલર ઓછી છે. ભારતીય ચલણમાં ગણીએ તો ‘એવેન્જર્સ: એન્ડગેમ’ની કમાણી ‘અવતાર’ ફિલ્મની કમાણી કરતાં 4 અબજ 64 કરોડ 91 લાખ 30 હજાર રૂપિયા ઓછી છે. જોકે, ‘એવેન્જર્સ: એન્ડગેમ’ હજુ થિયેટર્સમાં ચાલી રહી છે, પરંતુ અવતારની કમાણીને પાર કરી શકશે કે કેમ એ હજુ નક્કી નથી.

X
Avengers: Endgame is $67 million behind Avatar's global gross as it heads towards the end of its BO run
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી