રેકોર્ડ / ‘અવતાર'ને પછાડીને ‘એવેન્જર્સ એન્ડગેમ’ વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની

Avengers Endgame beat Avatar to become highest-grossing film of all time
X
Avengers Endgame beat Avatar to become highest-grossing film of all time

Divyabhaskar.com

Jul 21, 2019, 02:14 PM IST

લોસ એન્જલ્સઃ માર્વલ્સની ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’એ જેમ્સ કેમરુનની ફિલ્મ ‘અવતાર’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 2009માં રિલીઝ થયેલી ‘અવતાર’ અત્યાર સુધી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ તરીકે હતી. જોકે, હવે આ રેકોર્ડ ‘એવેન્જર્સ એન્ડગેમ’ના નામે છે.

વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની

1. ‘અવતાર’નો રેકોર્ડ તોડ્યો

‘એવેન્જર્સ એન્ડગેમ’એ શુક્રવાર (19 જુલાઈ) સુધી 2789.2 બિલિયન ડોલર (એટલે કે 19,210 કરોડ)ની કમાણી કરી હતી. આ ફિલ્મ ‘અવતાર’ના 2789.7 બિલિયન ડોલરથી માત્ર 0.5 બિલિયન ડોલર (અંદાજે 3.44 કરોડ) દૂર હતી. વીકેન્ડમાં આ ફિલ્મે આટલી કમાણી કરતાંની સાથે જ આ ફિલ્મ હવે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ હતી. ‘એન્ડગેમ’એ અત્યાર સુધી 2789.9 બિલિયન ડોલરની કમાણી કરી લીધી છે.

2. હાલમાં જ માર્વલ ચીફે જાહેરાત કરી

માર્વલ ચીફ કેવિને 20 જુલાઈના રોજ સૈન ડિએગોમાં ચાલી રહેલાં કોમિક કોન 2019માં આ વાતની જાહેરાત કરી હતી. કોમિક કોન 2019ના હોલ એચમાં કહ્યું હતું, ‘તમારો આભાર, ‘એવેન્જર્સ એન્ડગેમ’ને અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બનાવવા બદલ...’ શુક્રવાર (19 જુલાઈ)ના રોજ AGBO સ્ટૂડિયો કોમિક કોન પેનલના એક ઈન્ટરવ્યૂમાં માર્વલ સિનમેટિક યુનિવર્સના જો તથા એન્થોની રૂસોએ કહ્યું હતું, ‘ચાહકોએ જે રીતે ‘એન્ડગેમ’ને લઈ પ્રતિભાવ આપ્યો તે ખરેખર સારી બાબત છે. તેઓ લાંબા સમયથી આ તમામ કેરેક્ટર્સને ફોલો કરતા રહ્યાં છે. અમારા માટે સૌથી સારી બાબત એ છે કે આ વાર્તા વિશ્વભરમાં ચાલી. જેમ્સ કેમરુન અમારા માટે એક આદર્શ છે અને તેમણે શરૂઆતથી જ ફિલ્મ નિર્માણના અમારા જુનૂનને ઉત્સાહ આપ્યો છે.’ આ સાથે જ ડિઝની સ્ટુડિયોના કો-ચેરમેન તથા ચીફ ક્રિએટિવ ઓફિસર એલેન હોર્ને ‘એવેન્જર્સ એન્ડગેમ’ને ઐતિસાહિસ ઊંચાઈ પર પહોંચાડવા માટે માર્વલ સ્ટૂડિયો, વોલ્ટ ડિઝની સ્ટૂડિયોની ટીમ તથા ચાહકોનો આભાર માન્યો છે.

3. 28 જૂને રી-રિલીઝ થઈ ફિલ્મ

ઉલ્લેખનીય છે કે 28 જૂનના રોજ ‘એવેન્જર્સ એન્ડગેમ’ રી-રિલીઝ કર્યાં બાદ બોક્સ ઓફિસ પર ફિલ્મનું કલેક્શન વધ્યું હતું. રી-રિલીઝમાં હલ્કની સીક્વન્સ, સ્ટૈનલી ટ્રિબ્યૂટ તથા પોસ્ટ ક્રેડિટ સીન્સ, જેમાં ‘સ્પાઈડરમેનઃ ફાર ફ્રોમ હોમ’ના કેરેક્ટર્સ તથા પહેલી ફિલ્મમાંથી ડિલીટ કરેલાં કેટલાંક સીન્સ બતાવવામાં આવ્યાં છે.

4. માર્વલની 22મી ફિલ્મ

માર્વલ સિનેમેટિક યુનિવર્સની ‘એવેન્જર્સ એન્ડગેમ’ 22મી ફિલ્મ છે. આ ફિલ્મ થેનોસના આફ્ટર ઈફેક્ટ તથા સુપરહિરોની આસપાસ ફરે છે. ફિલ્મમાં રોબર્ટ ડાઉની જુનિયર, સ્કારલેટ, ક્રિસ ઈવાન, ક્રિસ હેમ્સવર્થ સહિતના કલાકારો છે. ઉલ્લેખનીય છે કે જેમ્સ કેમરુનની ‘અવતાર 2’ 17 ડિસેમ્બર, 2021માં રિલીઝ થશે.

5. વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ટોપ 10 ફિલ્મ્સ
નંબર ફિલ્મનું નામ કમાણી (બિલિયન ડોલર્સમાં) રિલીઝ વર્ષ
1 એવેન્જર્સ એન્ડગેમ 2789.90 2019
2 અવતાર 2787.90 2009
3 ટાઈટેનિક 2187.40 1997
4 સ્ટાર વોર્સઃ ધ ફોર્સ અવેકન્સ 2088.20 2015
5 એવેન્જર્સઃ ઈન્ફિનિટી વોર 2048.30 2018
6 જુરાસિક વર્લ્ડ 1671.70 2015
7 ધ એવેન્જર્સ 1518.80 2012
8 ફ્યૂરિયસ 7 1516.04 2015
9 એવેન્જર્સઃ એજ ઓફ અલ્ટ્રોન 1405.40 2015
10 બ્લેક પેન્થર 1346.90 2018
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી