સેલેબ લાઈફ / જોની ડેપ તથા અમ્બર હર્ડના ઝઘડાની ઓડિયો ક્લિપ વાયરલ

Audio clip of Johnny Depp and Amber Heard fights viral

Divyabhaskar.com

Feb 03, 2020, 12:10 PM IST

લોસ એન્જલ્સઃ હોલિવૂડ સ્ટાર જોની ડેપ તથા અમ્બર હર્ડ છેલ્લાં ચાર વર્ષથી અલગ થઈ ગયા હતાં. જોકે, ફરી એકવાર બંને સ્ટાર્સના સંબંધો મીડિયામાં ચર્ચાનું કારણ બન્યા છે. એક વાયરલ ઓડિયો ક્લિપમાં અમ્બર એ વાતનો સ્વીકાર કરે છે કે તેણે જોનીને માર માર્યો હતો. ઓડિય ક્લિપ વાયરલ થતા જ સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર જોની ડેપ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

વાયરલ ઓડિયો ક્લિપમાં બંને સ્ટાર્સ એકબીજા સાથે મારપીટની વાત કરી રહ્યાં છે. અમ્બર એ વાતનો સ્વીકાર કરે છે કે તેણે જોનીને માર માર્યો હતો. અમ્બરે ‘એક્વામેન’, ‘નેવર બેક ડાઉન’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. તો જોની ડેપ ‘પાઈરેટ્સ ઓફ કેરેબિયન’ જેવી હિટ સીરિઝમાં કામ કરી ચૂક્યો છે. ચાહકોમાં તે જેક સ્પેરોના નામથી લોકપ્રિય છે.

જોન તથા અમ્બરે વર્ષ 2015માં લગ્ન કર્યાં હતાં. જોકે, લગ્નના 18 મહિના બાદ જ બંનેના ડિવોર્સ થઈ ગયા હતાં. એક્ટ્રેસે વર્ષ 2016માં જોની પર ડ્રગ્સ તથા મારપીટનો આરોપ મૂક્યો હતો. જોનીએ પણ અમ્બર પર હેરાન કરવાના આક્ષેપો મૂક્યા હતા.

X
Audio clip of Johnny Depp and Amber Heard fights viral
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી