નારાજગી / કોન્સર્ટમાં સિંગર મેડોના મોડેથી પહોંચતા એક નારાજ ફેને કેસ ફાઈલ કરી દીધો

Angered by delay in concert, Fan lodges suit against singer Madonna

Divyabhaskar.com

Nov 12, 2019, 06:32 PM IST

હોલિવૂડ ડેસ્ક: ઇન્ટરનેશનલ સ્ટાર મેડોના વિરુદ્ધ એક નારાજ ફેને કોન્સર્ટમાં લેટ આવવા બદલ ફેસ ફાઈલ કરાવ્યો છે. તે વ્યક્તિએ આર્થિક ભરપાઈની પણ માગ કરી છે. મેડોનાની મેડમ એક્સ ટૂર દરમ્યાન તેની કોન્સર્ટ્સમાં લેટ પહોંચવાની આદતથી ફેન્સ ઘણા નિરાશ છે.

ફ્લોરિડામાં રહેનાર નેટ હોલેન્ડરે 17 ડિસેમ્બરના માયામી ફિલમોર બીચ પર થનાર કોન્સર્ટના ટાઈમમાં ફેરફાર થવા બદલ કેસ રજિસ્ટર કરાવ્યો છે. તેણે ફાઈલ કરાવેલ કેસ મુજબ પહેલાં આ કોન્સર્ટ 8:30 વાગ્યે યોજવાનો હતો પરંતુ સમયમાં ફેરફાર કરીને કોન્સર્ટનો સમય 10:30 વાગ્યાનો કરી દેવાયો છે. આ નવા સમય પર નેટ કોન્સર્ટમાં જવા ઈચ્છતો ન હતો અને તેણે રિફંડની માગ કરી પરંતુ પ્રમોટરે તેને પૈસા પરત ન કર્યા.

આટલું જ નહીં તેણે કેસમાં એવું પણ જણાવ્યું કે માયામીમાં કાર્યક્રમમાં મોડું થવું એ પહેલીવાર નથી બન્યું. 61 વર્ષીય સિંગરની લેટ આવાની આદત ઘણી જૂની છે. નેટના જણાવ્યા અનુસાર તેણે અંદાજે 73 હજાર રૂપિયાના ત્રણ પાસ ખરીદ્યા હતા. સમયમાં ફેરફાર થતા તેને આર્થિક નુકસાન ભોગવવું પડ્યું. તેણે ટિકિટ વેચવાની ટ્રાય પણ કરી પરંતુ તે તેમાં અસફળ રહ્યો.

X
Angered by delay in concert, Fan lodges suit against singer Madonna
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી