ઓસ્કર 2020 / અફઘાનિસ્તાનની છોકરીઓ પર બનેલી ‘લર્નિંગ ટુ સ્કેટબોર્ડ ઈન અ વોરઝોન (ઈફ યુ આર અ ગર્લ)’ ડોક્યુમેન્ટરીને ઓસ્કર મળ્યો

An Oscar Goes To A Documentary About Skateboarding Girls In Afghanistan
An Oscar Goes To A Documentary About Skateboarding Girls In Afghanistan

Divyabhaskar.com

Feb 12, 2020, 03:00 PM IST

હોલિવૂડ ડેસ્ક: અફઘાનિસ્તાનમાં મહિલાઓના સાઈકલ ચલાવવા પર પ્રતિબંધ છે, તેમને પડદામાં રહેવું પડે છે, તેમ છતાં ત્યાંની છોકરીઓએ સ્કેટિંગમાં નામના મેળવી છે. તમામ પ્રતિબંધો વચ્ચે સ્કેટબોર્ડ શીખનારી છોકરીઓ પર આધારિત એક ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘લર્નિંગ ટુ સ્કેટબોર્ડ ઈન અ વોરઝોન (ઈફ યુ આર અ ગર્લ)’ ને ઓસ્કર અવોર્ડ્સમાં ‘ડોક્યુમેન્ટરી કેટેગરી’માં અવોર્ડ મળ્યો છે.

અફઘાનિસ્તાની દીકરીઓને મળેલા આ સન્માનની સોશિયલ મીડિયા પર જોરદાર આનંદ વ્યક્ત કરાઈ રહ્યો છે. ‘લર્નિંગ ટુ સ્કેટબોર્ડ ઈન અ વોરઝોન (ઈફ યુ આર અ ગર્લ)’ નામની આ ફિલ્મને એક આંતરરાષ્ટ્રીય બિનનફાકારક સંસ્થા ‘સ્કેટિસ્તાન’એ બનાવી છે. તેમાં બતાવાયું છે કે, ફિદાયીન અને આતંકી હુમલાનો ભાર વેઠી રહેલા આ દેશમાં ગરીબ-મધ્યમ અને અન્ય વર્ગની બાળકીઓ કેવી રીતે સ્કેટિંગ શીખીને કંઈક અલગ કરવા માગે છે. સામાજિક પ્રતિબંધો વચ્ચે કેવી રીતે કેટલીક યુવતીઓ કાબુલમાં સાહસ મેળવી રહી છે.

ફિલ્મમાં એક નાનકડી છોકરીની સ્ટોરી છે, જે પોતાને એક છોકરા તરીકે રજુ કરે છે, જેથી તાલિબની શાસન તેના પરિવારને નુકસાન ન પહોંચાડે. એક અન્ય છાત્રા ચા વેચતી હતી, પરંતુ આ સંસ્થામાં આવ્યા પછી ભણવા લાગી હતી. બીજી એક છોકરી કેમેરાની સામે કહે છે કે, હું ક્યારેય મોટી થવા માગતી નથી, જેથી કરીને હું હંમેશાં સ્કેટિંગ કરી શકું. તેનાથી તમે અંદાજ લગાવી શકો છો કે, મોટા થવાનું પરિણામ શું હોય છે?

‘સ્કેટિસ્તાન’ની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે એક ઓસ્ટ્રેલિયન સ્કેટર ઓલિવર પેર્કોવિચ પ્રેમિકાની સાથે 2008માં કાબુલ ફરવા આવ્યા હતા. તેમણે અહીં ગલીના બાળકોને સ્કેટબોર્ડ શીખવાડવાનું શરૂ કર્યું.

સ્કેટિસ્તાન એક એનજીઓ છે, જે છોકરીઓના શિક્ષણ પર પણ ધ્યાન આપે છે. સંસ્થામાં 40 ટકા કરતાં વધુ વિદ્યાર્થીનીઓ છે, જેને ‘બેક ટૂ સ્કૂલ’ પ્રોગ્રામમાં તાલીમ આપવામાં આવે છે. સ્કેટિંગ કરવું અફઘાની નિયમો વિરુદ્ધ નથી, આથી અફઘાની પોશાકમાં સ્કેટિંગ બાળકીઓ મંત્રમુગ્ધ કરી દે છે. કાબુલમાં અનેક ગરીબ પરિવારો બાળકોને સ્કૂલે મોકલી શકતા નથી. આથી આ સંસ્થા તેમની મદદ કરી રહી છે. અફઘાન પત્રકાર શાઈસ્તા સાદત લામેએ જણાવ્યું કે, ‘અમારી બહાદ્દુર છોકરીઓને અભિનંદન, આ તમામ અફઘાની છોકરીઓ માટે ગર્વની ક્ષણ છે.’

X
An Oscar Goes To A Documentary About Skateboarding Girls In Afghanistan
An Oscar Goes To A Documentary About Skateboarding Girls In Afghanistan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી