રી-રિલીઝ / ‘એવેન્જર્સ: એન્ડગેમ’ ફિલ્મનું એક્સટેન્ડેડ વર્ઝન ભારતમાં આ વીકેન્ડ પર રી-રિલીઝ થશે

An extended version of the film 'Avengers: Endgame' will be re-released on this weekend in India
An extended version of the film 'Avengers: Endgame' will be re-released on this weekend in India

Divyabhaskar.com

Jul 04, 2019, 05:00 PM IST

હોલિવૂડ ડેસ્ક: ‘માર્વેલ સ્ટુડિયો’ની ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’ને મેકર્સ ફરી રિલીઝ કરવાના છે. ‘એવેન્જર્સ: એન્ડગેમ’ ફિલ્મનું એક્સટેન્ડેડ વર્ઝન ભારતમાં આ વીકેન્ડ લિમિટેડ સ્ક્રીન્સ પર રી-રિલીઝ થશે. મેકર્સે ફિલ્મને રી-રિલીઝ કરીને સૌથી વધુ કમાણી કરનાર ‘અવતાર’ ફિલ્મની ગ્લોબલ કમાણી 2.78 અબજ ડોલરને બીટ કરવા માગે છે. રુસો બ્રધર્સે ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘એવેન્જર્સ: એન્ડગેમ’ 26 એપ્રિલે રિલીઝ થઇ હતી.

‘માર્વેલ સ્ટુડિયો’ના પ્રેસિડેન્ટ કેવિન ફાઇગીએ ફિલ્મની રી-રિલીઝ વિશે જણાવ્યું હતું કે, ફિલ્મનું નવું વર્ઝન ઘણાં બધાં સરપ્રાઈઝ અને પોસ્ટ ક્રેડિટ સીન સાથે રિલીઝ થશે. તેમણે કહ્યું કે, આ એક્સટેન્ડેડ કટ નથી પણ થિયેટરમાં જે બીજું વર્ઝન રિલીઝ થશે તેમાં માર્કેટિંગ પુશ સાથે ફિલ્મના અંતમાં અમુક નવી વસ્તુઓ જોવા મળશે. જો તમે છેલ્લે સુધી બેસીને ફિલ્મ જોશો તો ક્રેડિટ બાદ તેમાં ડિલીટ કરાયેલા સીન્સ, નાનકડું ટ્રિબ્યુટ અને થોડાં ઘણાં સરપ્રાઈઝ જોવા મળશે.

X
An extended version of the film 'Avengers: Endgame' will be re-released on this weekend in India
An extended version of the film 'Avengers: Endgame' will be re-released on this weekend in India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી