ભાસ્કર રિસર્ચ / ઓલ ટાઈમ હિટઃ ‘ગોન વિથ ધ વિન્ડ’, 80 વર્ષ જૂની આ ફિલ્મ ‘એવેન્જર્સ’ કરતાં પણ આગળ

All Time Hit: Gone With The Wind, 80 Years Old Film

  • હાલના ટિકિટ રેટના હિસાબથી સૌથી હિટ ફિલ્મ
  • ‘એવેન્જર્સ એન્ડગેમ’એ વિશ્વભરમાં 19,261 કરોડની કમાણી કરી છે

Divyabhaskar.com

Jul 28, 2019, 01:34 PM IST

મુંબઈઃ હાલમાં જ માર્વલ્સની ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’ હોલિવૂડ ફિલ્મ ‘અવતાર’ને પછાડીને વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. ‘એવેન્જર્સ એન્ડગેમ’એ વિશ્વભરમાં 19,261 કરોડની કમાણી કરી છે. 2009માં આવેલી ફિલ્મ ‘અવતાર’એ 19,249 કરોડની કમાણી કરી હતી. જો ઓલ ટાઈમ હિટ ફિલ્મની વાત કરવામાં આવે તો 1939માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગોન વિથ ધ વિન્ડ’નું નામ આવે છે.

‘ગોન વિથ ધ વિન્ડ’ સાત-વાર રિલીઝ થઈ
અમેઝોનની બોક્સ ઓફિસ વેબસાઈટ મોજોના પ્રમાણે, જો ‘ગોન વિથ ધ વિન્ડ’ની કમાણી આજના ટિકિટના ભાવ (સામાન્ય રીતે 9.01 ડોલર) પ્રમાણે, જોવામાં આવે તો આ ફિલ્મે માત્ર અમેરિકામાં જ 12,575 કરોડની કમાણી કરી છે. જ્યારે આ જ માર્કેટમાં ‘એવેન્જર્સ’ની કુલ કમાણી 5903 કરોડ રૂપિયા છે. ‘ગોન વિથ ધ ગોન’ સાત-વાર રિલીઝ કરવામાં આવી છે. છેલ્લાં 80 વર્ષમાં આ ફિલ્મની 20.1 કરોડથી વધુ ટિકિટ્સ વેચાઈ છે. જ્યારે ‘એવેન્જર્સ એન્ડગેમ’ની અમેરિકામાં 9.5 કરોડ ટિકિટ વેચાઈ છે.

આજના ટિકિટ ભાવ પ્રમાણે, ટોપ 5 ફિલ્મ

ફિલ્મ એડજેસ્ટેડ કમાણી (કરોડમાં) રિલીઝ
ગોન વિથ ધ વિન્ડ 12,575 1939
સ્ટાર વોર્સ 11,073 1977
ધ સાઉન્ડ ઓફ મ્યૂઝિક 8857 1965
ઈટીઃ ધ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ 8818 1982
ટાઈટેનિક 8427 1997

નોંધઃ અમેરિકામાં એડજેસ્ટેડ ટિકિટ પ્રાઈઝ ઈન્ફ્લેશનના હિસાબ પ્રમાણે આ છે. સોર્સઃ બોક્સ ઓફિસ મોજો, સ્ક્રીન રેન્ટ

આ હિસાબથી ‘એવેન્જર્સ એન્ડગેમ’ અમેરિકામાં 16મી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. આ ફિલ્મે ભારતમાં 424 કરોડની કમાણી કરી હતી.

X
All Time Hit: Gone With The Wind, 80 Years Old Film

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી