• Home
  • Bollywood
  • Hollywood
  • Aishwarya Rai makes Angelina Jolie’s villainous character her own in Maleficent Mistress Of Evil trailer

ટ્રેલર / ‘મેલફિસેન્ટઃ મિસ્ટ્રેસ ઓફ એવિલ’ના હિંદી ટ્રેલરમાં ઐશ્વર્યા રાય જોવા મળી, એન્જેલિનાને અવાજ આપ્યો છે

Aishwarya Rai makes Angelina Jolie’s villainous character her own in Maleficent Mistress Of Evil trailer

Divyabhaskar.com

Oct 02, 2019, 06:44 PM IST

મુંબઈઃ ‘મેલફિસેન્ટઃ મિસ્ટ્રેસ ઓફ એવિલ’નું ટ્રેલર બીજી ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં એન્જેલિના જોલીના સંવાદો ઐશ્વર્યા રાય બોલતી જોવા મળે છે. ખાસ વાત એ છે કે ટ્રેલરમાં એશે કેમિયો પણ કર્યો છે. તે એન્જેલિનાનાં કેરેક્ટર મેલફિસેન્ટ જેવી જ લાગે છે. ટ્રેલરની શરૂઆત જ ઐશ્વર્યા રાય સાથે થાય છે અને તે સંવાદો બોલે છે. આ ફિલ્મ 18 ઓક્ટોબરે ભારતમાં રિલીઝ થઈ રહી છે.

ઐશ્વર્યાથી કોઈ સારું નહીં
ડિઝની ઈન્ડિયાના વિક્રમ દુગ્ગલે કહ્યું હતું કે એન્જેલિના જોલીના કેરેક્ટર માટે ઐશ્વર્યા પર્ફેક્ટ છે. આ કેરેક્ટરને ઐશ્વર્યા સિવાય કોઈ સારી રીતે પ્લે કરી શકે નહીં. તેઓ એક સ્ટ્રોંગ કનેક્શન બનાવવા ઈચ્છતા હતાં. ઐશ્વર્યાનું વ્યક્તિત્વ સુંદરતા તથા આત્મવિશ્વાસથી ભરપૂર છે.

પાંચ વર્ષ બાદ સીક્વલ આવી
એન્જેલિનાની આ ફિલ્મ 2014મા આવેલી ‘મેલફિસેન્ટ’ની સીક્વલ છે, જેમાં એન્જલિના લીડ રોલ પ્લે કરે છે.

X
Aishwarya Rai makes Angelina Jolie’s villainous character her own in Maleficent Mistress Of Evil trailer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી