આયરન મેન બાદ હવે રોબર્ટ ડાઉની ‘ડુ લિટલ’ ફિલ્મમાં જોવા મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોસ એન્જલસઃ માર્વલ સીરિઝની સૌથી મોટી ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં આયરન મેન શહીદ થતો બતાવવામાં આવ્યો હતો. હોલિવૂડ સ્ટાર રોબર્ટ ડાઉની જુનિયરે આ પાત્ર લાંબા સમય સુધી ભજવ્યું હતું. રોબર્ટને ચાહકો આયરન મેન તરીકે ઓળખવા લાગ્યા હતાં. એવેન્જર્સ સીરિઝ બાદ રોબર્ટ પહેલી જ વાર અલગ અંદાજમાં જોવા મળશે.

રોબર્ટની ફિલ્મનું પોસ્ટર રિલીઝ
રોબર્ટની એવેન્જર્સ સીરિઝ બાદની પહેલી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં રોબર્ટ તદ્દન અલગ લુકમાં જોવા મળ્યો છે. પોસ્ટરમાં તેની આસપાસ ચિમ્પાન્ઝી, જિરાફ, શિયાળ, શાહમૃગ, પોપટ, બતક જેવા પક્ષીઓ તથા પ્રાણીઓ જોવા મળે છે. ફિલ્મની વાર્તા એક એવા વ્યક્તિની છે, જે પશુઓ સાથે વાત કરે છે. આ ફિલ્મ આવતા વર્ષે 17 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મનું નામ ‘ધ વોઈજ્ ઓફ ડોક્ટર ડુલિટલ’ રાખવામાં આવ્યું હતું. જોકે, પોસ્ટર રિલીઝ થાય તે પહેલાં ફિલ્મનું નામ બદલી નાખવામાં આવ્યું હતું. હવે ફિલ્મ ‘ડુલિટલ’ના નામથી રિલીઝ થશે. 

શા માટે માર્વલ સાથે કામ કરવાનું બંધ કર્યું?
માર્વલની સુપરહિટ ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’ બાદ રોબર્ટની આ પહેલી ફિલ્મ છે. માર્વલથી અલગ થવાનો નિર્ણય રોબર્ટનો હતો. તેણે કહ્યું હતું કે તે ટાઈપકાસ્ટ થવા માતો નથી. તે એક્ટર છે અને તે પોતાની એક્ટિંગ સ્કિલથી અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવવા માગે છે. ‘એવેન્જર્સ એન્ડગેમ’ના સેટ પર જ્યારે રોબર્ટે પોતાનો લાસ્ટ સીન ભજવ્યો હતો ત્યારે ક્રૂએ તાળીઓથી તેને ટ્રિબ્યૂટ આપી હતી. 

અન્ય સમાચારો પણ છે...