• Home
  • Bollywood
  • Hollywood
  • actor and American rapper TI slammed for saying he takes his daughter to gynae every year to check her hymen

શોકિંગ / શો દરમિયાન ટીઆઈએ ખુલાસો કરતાં કહ્યું, 18 વર્ષીય દીકરીનો વર્જિનિટી ટેસ્ટ કરાવે છે

actor and American rapper TI slammed for saying he takes his daughter to gynae every year to check her hymen

Divyabhaskar.com

Nov 07, 2019, 07:00 PM IST

લોસ એન્જલસઃ ફેમસ એમેરિકન રૈપર તથા એક્ટર ટીઆઈએ (ક્લિફર્ડ જોસેફ) પોતાની દીકરીના અંગત જીવનને લઈ શોકિંગ ખુલાસો કર્યો હતો. એક કાર્યક્રમ દરમિયાન રૈપરે કહ્યું હતું કે તે વર્ષમાં એકવાર દીકરીનો વર્જિનિટી ટેસ્ટ કરાવે છે. ટીઆઈના નિવેદન બાદ ચાહકો તથા ફિલ્મી હસ્તીઓએ નારાજગી પ્રગટ કરી હતી.

હોસ્ટને નવાઈ લાગી
ટીઆઈના આ નિવેદન બાદ શોના હોસ્ટને નવાઈ લાગી હતી. પહેલાં તેને એવું લાગ્યું હતું કે ટીઆઈ મજાક કરે છે પરંતુ ટીઆઈ પોતાના નિવેદનને લઈ ઘણો જ ગંભીર જોવા મળ્યો હતો. રૈપરના મતે, જ્યારે દીકરીએ સ્કૂલ પછી કોલેજ જવાનું શરૂ કર્યું ત્યારે તેણે દીકરી સાથે સેક્સ સંબંધિત વિષય પર ચર્ચા કરવાની શરૂ કરી હતી.

દીકરીના વર્જિનિટી ટેસ્ટ પર ટીઆઈએ કહ્યું હતું કે દીકરીના જન્મદિવસ પછી તે ગાયનેકોલોજિસ્ટ પાસે જાય છે અને તે ત્યાં નક્કી કરે છે કે બધું ઠીક છે. જોકે, ટીઆઈના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કર્યો હતો.

X
actor and American rapper TI slammed for saying he takes his daughter to gynae every year to check her hymen
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી