સિક્વલ / ભારતમાં જબરદસ્ત કમાણી કરનારી ‘એક્વામેન’નો બીજો પાર્ટ આવશે, રિલીઝ ડેટ પણ નક્કી

DivyaBhaskar.com

Feb 28, 2019, 03:47 PM IST
warner brothers declares release date of aquaman 2

હોલિવૂડ ડેસ્કઃ અમેરિકન ફિલ્મ પ્રોડક્શન કંપની ‘વૉર્નર બ્રધર્સ’ દ્વારા ‘એક્વામેન-2’ની રિલીઝની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ફિલ્મ 16 ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થશે.

‘એક્વામેન’ વૉર્નર બ્રધર્સ માટે અમેરિકા ઉપરાંત ભારત, ચીન સહિત વિશ્વભરમાં જબરદસ્ત કમાણી કરાવનારી ફિલ્મ સાબિત થઈ હતી. તેણે એકલા ઉત્તર અમેરિકામાં જ 33 કરોડ ડૉલર અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 80.5 કરોડ ડૉલરની કમાણી કરી હતી. યાને કે આ ફિલ્મે 1 અબજ ડૉલર કરતાં પણ વધારેની કમાણી કરી લીધી છે. આ જ કારણ છે કે વૉર્નર બ્રધર્સ હવે તેની સિક્વલ બનાવીને કમાણીનું પુનરાવર્તન કરવા થનગની રહ્યું છે.

‘એક્વામેન-2’માં પણ જેસન મોમોઆ જ મેઈન લીડમાં દેખાશે. જ્યારે ડિરેક્શનનું કામ પણ જેમ્સ વૉનને જ સોંપવામાં આવ્યું છે. ઈવન ફિલ્મના રાઈટિંગ માટે પણ એક્વામેન-1ના જ રાઈટર ડેવિડ લેઝલી જોનસન-મેકગોલ્ડરિકને રિપીટ કરવામાં આવ્યા છે.

X
warner brothers declares release date of aquaman 2
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી