ટ્રેલર / 'અલાદ્દીન' ફિલ્મનું ટ્રેલર રિલીઝ, વિલ સ્મિથ જીની તરીકે જોવા મળ્યો

divyabhaskar.com | Updated - Mar 13, 2019, 03:28 PM
Trailer released of Disney's Aladdin, Will Smith seen as Genie

  • ફિલ્મ 24 મે, 2019ના રોજ રિલીઝ થશે

હોલિવૂડ ડેસ્ક: વોલ્ટ ડિઝનીની મ્યુઝિક ફેન્ટસી ફિલ્મ 'અલાદ્દીન'નું ટ્રેલર રિલીઝ થયું છે. અલાદ્દીન અને તેના જીનીની સ્ટોરી ખૂબ ફેમસ છે અને હવે હોલિવૂડ પણ આ સ્ટોરી લઈને આવી રહ્યું છે. ફિલ્મ 24 મે, 2019ના રોજ રિલીઝ થશે. ભારતમાં પણ ફિલ્મ આ જ દિવસે રિલીઝ થશે. ફિલ્મની જાહેરાત 2017માં કરવામાં આવી હતી. ફિલ્મમાં મેના મસૂદ અલાદ્દીનના રોલમાં, વિલ સ્મિથ જીનીના રોલમાં અને નાઓમી સ્કોટ પ્રિન્સેસ જાસ્મિનના રોલમાં છે. ફિલ્મના ડિરેક્ટર ગાય રિચી છે. ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટ્સનો ભરપૂર ઉપયોગ થયો છે. ફિલ્મ 3D, ડોલ્બી સિનેમા અને IMAXમાં વોલ્ટ ડિઝની સ્ટુડિયોઝ મોશન પિક્ચર્સ દ્વારા રિલીઝ થશે.

X
Trailer released of Disney's Aladdin, Will Smith seen as Genie
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App