તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતની ‘પિરિયડ’ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનો અવોર્ડ જીતી, બોહેમિયર રાપ્સોડી માટે રામી મલેકને બેસ્ટ એક્ટરનો ઓસ્કર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્કઃ અમેરિકાના લોસ એન્જલસ ખાતે આવેલા ‘ડોલ્બી થિયેટર’માં અતિપ્રતિષ્ઠિત એવો 91મો ઓસ્કર (એકેડેમી) અવોર્ડ સમારંભ અમેરિકન સમય પ્રમાણે રવિવારે મોડી સાંજે (ભારતીય સમય પ્રમાણે સોમવારે સવારે) યોજાયો હતો. તેમાં ગ્રામ્ય ભારતમાં  યુવતીઓની માસિકધર્મની સમસ્યા પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મને ‘બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ શોર્ટ સબ્જેક્ટ’નો પ્રતિષ્ઠિત ઓસ્કર અવૉર્ડ મળ્યો છે. 25 વર્ષની ઈરાનિયન-અમેરિકન વિદ્યાર્થિની રાયકા ઝેહતાબ્ચીએ બનાવેલી આ ફિલ્મનાં કો-પ્રોડ્યુસર ભારતીય પ્રોડ્યુસર એવાં ગુનીત મોન્ગા છે. 

 

પાંચ કેટેગરીમાં નોમિનેટ થયેલી બાયોગ્રાફિકલ કોમેડી ડ્રામા ફિલ્મ ‘ગ્રીન બુક’ ત્રણ ઓસ્કર અવોર્ડ્સ જીતી ગઈ હતી. તેને બેસ્ટ ફિલ્મ ઉપરાંત બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મહેરશાલા અલી) અને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેના ઓસ્કર મળ્યા. જ્યારે બ્રિટિશ રૉક બેન્ડ ‘ક્વીન’ અને તેના લીડ સિંગર ફ્રેડી મર્ક્યુરીની લાઈફ પર બનેલી બાયોગ્રાફિકલ મ્યુઝિકલ ફિલ્મ ‘બોહેમિયન રાપ્સોડી’ પાંચ કેટેગરીમાં નોમિનેટ થયેલી, જેમાંથી તે સૌથી વધુ ચાર કેટેગરીના ઓસ્કર અવોર્ડ જીતી ગઈ હતી. ‘બોહેમિયન રાપ્સોડી’ને બેસ્ટ એક્ટર (રામી મલેક), બેસ્ટ ફિલ્મ એડિટિંગ, બેસ્ટ સાઉન્ડ એડિટિંગ અને બેસ્ટ સાઉન્ડ મિક્સિંગના ઓસ્કર પ્રાપ્ત થયા હતા.

 

ભારતે બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે મોકલેલી ફિલ્મ ‘વિલેજ રોકસ્ટાર્સ’ અગાઉથી જ ઓસ્કરની બહાર ફેંકાઈ ગયેલી એટલે તમામ આશાઓ માત્ર આ એક જ ડોક્યુમેન્ટરી ફિલ્મ પર ટકેલી હતી, જેના પર તે ખરી ઊતરી છે.

 

91મા ઓસ્કર અવોર્ડ્સના તમામ વિજેતાઓ  આ પ્રમાણે છેઃ

 

બેસ્ટ ફિલ્મઃ ગ્રીન બુક

બેસ્ટ ડિરેક્ટરઃ આલ્ફાન્સો ક્વારોં (રોમા)

બેસ્ટ એક્ટરઃ રામી મલેક (બોહેમિયન રાપ્સોડી)

બેસ્ટ એક્ટ્રેસઃ ઓલિવિયા કોલમેન (ધ ફેવરિટ) 
બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મઃ રોમા (મેક્સિકો)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ રેજિના કિંગ (ઈફ બીલ સ્ટ્રીટ કુડ ટોક)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ મહેરશાલા અલી (ગ્રીન બુક)
બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મઃ સ્પાઈડર-મેનઃ ઈન્ટુ ધ સ્પાઈડર-વર્સ
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ ગ્રીન બુક
બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ બ્લેકક્લાન્સમેન

બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટઃ પિરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ

બેસ્ટ ઓરિજિનલ સ્કોરઃ બ્લેક પેન્થર

બેસ્ટ ઓરિજિનલ સોંગઃ ‘શેલો’ (અ સ્ટાર ઈઝ બોર્ન)
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચરઃ ફ્રી સોલો
બેસ્ટ લાઈવ એક્શન શોર્ટઃ સ્કિન
બેસ્ટ એનિમેટેડ શોર્ટઃ બાઓ
બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ આલ્ફોન્સો ક્વારોં (રોમા)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ બ્લેક પેન્થર
બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈનઃ બ્લેક પેન્થર
બેસ્ટ હેર એન્ડ મેકઅપઃ વાઈસ
બેસ્ટ સાઉન્ડ એડિટિંગઃ બોહેમિયન રાપ્સોડી
બેસ્ટ સાઉન્ડ મિક્સિંગઃ બોહેમિયન રાપ્સોડી
બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સઃ ફર્સ્ટ મેન
બેસ્ટ એડિટિંગઃ બોહેમિયન રાપ્સોડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો