બોક્સ ઓફિસ / 'એવેન્જર્સ એન્ડગેમ'ની વિશ્વભરમાં ધમાકેદાર શરૂઆત, પહેલાં દિવસે 1400 કરોડ રૂપિયાની કમાણી કરી

hollywood film Avengers Endgame got good reviews by critics and fans

divyabhaskar.com

Apr 26, 2019, 05:21 PM IST

મુંબઈઃ ભારતમાં જ નહીં વિશ્વભરમાં 'એવેન્જર્સ એન્ડગેમ'નો જબરસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. ટ્રેડ રિપોર્ટ્સ પ્રમાણે, 'એવેન્જર્સ..'એ પહેલાં દિવસે 1400 કરોડથી વધુ કમાણી કરી હોવાની ચર્ચા છે.

ચીનમાં 334 કરોડની કમાણી
ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે, 'એવેન્જર્સ એન્ડગેમ'એ પહેલાં દિવસે 216.6 મિલિયન ડોલર એટલે કે 1403 કરોડની કમાણી કરી છે. આમાંથી 47.6 મિલિયન ડોલર એટલે કે 334 કરોડની કમાણી માત્ર ચીનમાંથી થઈ છે. ભારતમાં પણ આ ફિલ્મને લઈ ચાહકો ઉત્સાહમાં છે. મોટાભાગના થિયેટર્સમાં આ ફિલ્મ હાઉસફૂલ છે. ત્યાં સુધી કે બુકમાયશોમાં 25 લાખ ટિકિટ્સ એડવાન્સમાં બુક થઈ હતી. ભારતમાં આ ફિલ્મ પહેલાં દિવસે 45 કરોડની આસપાસ કમાણી કરે તેમ માનવામાં આવે છે.

ભારતમાં પહેલી જ વાર અડધી રાતના શો શરૂ થયા
ભારતીય કાયદા પ્રમાણે, રાતના 12 પછી કોઈ પણ ફિલ્મનું સ્ક્રીનિંગ કરી શકાય નહીં. જોકે, 'એવેન્જર્સ..'એ આ બાબતમાં ઈતિહાસ રચ્યો છે. આ પરવાનગી માત્રને માત્ર 'એવેન્જર્સ એન્ડગેમ' માટે જ મળી છે. ફિલ્મના ક્રેઝને ધ્યાનમાં લઈને ભારતમાં 24*7 થિયેટરમાં ફિલ્મ બતાવવામાં આવશે. અમદાવાદમાં રાતના 1.45 વાગે તથા 3.10ના શો છે. મુંબઈમાં પણ રાતના 2.30 તથા 3 વાગ્યાના શો છે. આટલું જ નહીં ભારતના અન્ય શહેરો જેમ કે કોલકતા, દિલ્હીમાં પણ આ જ રીતે રાતના શો ખાસ 'એવેન્જર્સ..' માટે ચાલુ કરવામા આવ્યા છે. બુક માય શોના સીઓઓ, સિનેમાઝ આશિષ સક્સેનાએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ચાહકોની ડિમાન્ડ પૂરી કરવા માટે થિયેટર્સ માલિક શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યાં છે.

અમેરિકામાં 260 મિલિયન ડોલરની કમાણી
સીએનએન બિઝનેસ સાથેની વાતચીતમાં ટ્રેડ એનાલિસ્ટે કહ્યું હતું કે નોર્થ અમેરિકામાં પહેલાં વીકેન્ડમાં 'એવેન્જર્સ એન્ડગેમ' 260 મિલિયન એટલે કે 1823 કરોડની કમાણી કરે તેમ માનવામાં આવે છે. કેટલાંક એક્સપર્ટ્સના મતે, ફિલ્મ 300 મિલિયન એટલે કે 2104 કરોડ રૂપિયાની કમાણી પણ કરી શકે છે. અમેરિકાની જાણીતી ફિલ્મ રિવ્યૂ વેબસાઈટ 'રોટેન ટોમેટોઝ' પર 'એવેન્જર્સ એન્ડગેમ'ને 96 ટકા સ્કોર મળ્યો છે. ક્રિટિક્સે આ ફિલ્મને રોમાંચક, મનોરંજક તથા ભાવનાત્મક રીતે પ્રભાવશાળી ગણાવી છે.

X
hollywood film Avengers Endgame got good reviews by critics and fans
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી