બોક્સ ઓફિસ / ત્રણ દિવસમાં 'એવેન્જર્સ એન્ડગેમ'એ ભારતમાં 150 કરોડની કમાણી કરી, વિશ્વભરમાં અત્યાર સુધી 8383 કરોડ રૂ. કલેક્શન

divyabhaskar.com

Apr 29, 2019, 04:22 PM IST
world wide avengers endgame earned 1 billion

મુંબઈઃ હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'એ ભારતમાં ત્રણ દિવસની અંદર જ 157.20 કરોડની કમાણી કરીને નવો જ રેકોર્ડ બનાવ્યો છે. તો ચીનમાં આ ફિલ્મે 700 કરોડ તથા વિશ્વભરમાં 1.2 બિલિયન (અંદાજે 8383 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે.

ભારતમાં ત્રણ દિવસની કમાણી
ભારતમાં ફર્સ્ટ ડે પર 'એવેન્જર્સ'એ આમિર ખાનની 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'નો રેકોર્ડ તોડતા 53.25 કરોડની કમાણી કરી હતી. આમિરની 'ઠગ્સ..'એ 52.25 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે 'એવેન્જર્સ'એ 51.40 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે ફિલ્મે 52.70 કરોડની કમાણી કરી છે. ત્રણ જ દિવસમાં આ ફિલ્મે ભારતમાં 157.20 કરોડની કમાણી કરી નવો જ રેકોર્ડ બનાવ્યો છે.

આ છે ફિલ્મના મુખ્ય કલાકારો
ડિરેક્ટર એન્થોની રૂસો તથા જો રૂસોએ 'એવેન્જર્સ એન્ડગેમ'ને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રોબર્ટ ડાઉની જૂનિયર (આયરનમેન), ક્રિસ ઈવાન્સ (કેપ્ટન અમેરિકા), માર્ક રૂફૈલો (હલ્ક), ક્રિસ હેમ્સવર્થ (થોર), સ્કારલેટ યોહાનસન (બ્લેક વિડો), જેરેમી રેનર (હોક આઈ), પોલ રૂડ (એન્ટ મેન), બ્રી લાર્સન (કેપ્ટન માર્વેલ) તથા જોળ બ્રોલિન (થોનસ) લીડ રોલમાં છે.

X
world wide avengers endgame earned 1 billion
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી