તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ગેમ ઓફ થ્રોન્સ'ની છેલ્લી સિઝનનો પહેલો હપ્તો રિલીઝ, ભારત સહિત દુનિયાભરના 2 કરોડ લોકોએ નિહાળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોલિવૂડ ડેસ્ક: 'ગેમ ઓફ થ્રોન્સ'ની આઠમી અને છેલ્લી ટેલીવિઝન સીઝનનો પહેલો હપ્તો રિલીઝ થઈ ચૂક્યો છે. ભારતીય સમય અનુસાર સવારે 6:30 વાગ્યે શરુ થયેલા આ એપિસોડને દુનિયાભરમાં 2 કરોડથી પણ વધારે લોકોએ નિહાળ્યો છે. આ સિરિયલ વિશ્વની સૌથી વધુ પાઇરેટેડ સિરીઝ છે.

સ્ટોરી 
'ગેમ ઓફ થ્રોન્સ' ટીવી સિરીઝ એક કાલ્પનિક દુનિયાની સ્ટોરી છે, જ્યાં પૃથ્વીના મહાદ્વીપ પૂર્વીય દેશો અને પશ્ચિમ દેશોના સમૂહમાં વેચાયેલા છે. પૂર્વીય દેશો ગુલામ દેશ છે જ્યારે પશ્ચિમી દેશોમાં કિંગ શાસન કરે છે. રાજગાદીને પામવા માટે અલગ-અલગ શક્તિશાળી પરિવારો વચ્ચેની લડતને આ એપિસોડમાં આવરી લેવાઈ છે. આ સ્ટોરીને વધારે રોચક માયાવી જીવ ડ્રેગન બનાવે છે. આ ઉપરાંત બર્ફીલા વિસ્તારમાંથી માનવજીવનને નાશ કરવા આવતા 'વ્હાઇટ વૉકર' ઝોમ્બી પણ આ સીઝનમાં ખાસ આકર્ષણ છે.

હોટસ્ટાર 
ડેવિડ બેનીઑફ અને ડી. બી. વેલ્સની અમેરિકન ટેલીવિઝન સીઝન' ગેમ ઓફ થ્રોન્સ' જ્યોર્જ આર. આર માર્ટિનની નવલકથા 'અ સોન્ગ ઓફ આઈસ ઍન્ડ ફાયર' પર આધારિત છે. ભારતીય દર્શકો 'ગેમ ઓફ  થ્રોન્સ'ની આઠમી અને છેલ્લી સીઝનને હોટસ્ટાર પર જોઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...