રેકોર્ડ / એવેન્જર્સ: એન્ડગેમ મૂવીએ એક જ દિવસમાં સૌથી વધુ ટિકિટ સેલિંગનો રેકોર્ડ તોડ્યો, સાઈટ ક્રેશ થઇ ગઈ

Avengers: Endgame ticket presales broke all kinds of records

  • એવેન્જર્સ: એન્ડગેમ મૂવીએ સૌથી વધુ ટિકિટ સેલિંગનો 24 કલાકનો રેકોર્ડ 6 કલાકમાં તોડી નાખ્યો
  • અગાઉ આ રેકોર્ડ 'સ્ટાર વોર્સ: ધ ફોર્સ અવેકન્સ' ફિલ્મના નામે હતો 

divyabhaskar.com

Apr 04, 2019, 02:00 PM IST

હોલિવૂડ ડેસ્ક: આગામી 29 એપ્રિલે રિલીઝ થનારી 'એવેન્જર્સ:એન્ડગેમ' મૂવીએ એડવાન્સ બુકિંગના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સનું આ 22મુ મૂવી છે. ભારતમાં આ ફિલ્મ અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. મૂવીની ટિકિટનું બુકિંગ યુએસમાં 2 એપ્રિલથી શરૂ થઇ ગયું છે. ટિકિટ બુકિંગ વેબસાઈટ 'FANDANGO'ના જણાવ્યા અનુસાર, આ ફિલ્મે રેકોર્ડ બ્રેક એડવાન્સ બુકિંગ નોંધાવ્યું છે. આ ફિલ્મે 24 કલાકના જૂના રેકોર્ડને માત્ર 6 કલાકમાં જ તોડી નાખ્યો છે. ટિકિટ બુકિંગ માટે લોકોના ધસારાને કારણે સાઈટ ક્રેશ થઇ ગઈ હોય એવું આ વેબસાઈટના 19 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. એક દિવસમાં સૌથી વધુ ટિકિટ બુકિંગનો રેકોર્ડ અગાઉ 2005માં આવેલી 'સ્ટાર વોર્સ: ધ ફોર્સ અવેકન્સ' ફિલ્મના નામે હતો. યુએસમાં ક્રિસમસની રજાઓમાં પણ જેટલી મૂવીની ટિકિટ નથી વેચાતી એટલી આ એક દિવસમાં વેચાઈ છે.

ફિલ્મના ડિરેકટર્સે ટ્વિટર પર લોકોનો આભાર પણ માન્યો છે. મૂવીના પ્રમોશન માટે તેઓ અલગ-અલગ દેશમાં ફરી રહ્યા છે. તેઓ ભારતમાં પણ આવ્યા હતા. તેમની હાજરીમાં એવેન્જર્સ:એન્ડગેમનું હિન્દી એન્થમ રિલીઝ કરાયું હતું. આ એન્થમના સિંગર અને કમ્પોઝર ઓસ્કર વિજેતા એ.આર. રહેમાન છે. જોકે, આ એન્થમને ચાહકોની ભારી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.

X
Avengers: Endgame ticket presales broke all kinds of records
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી