તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'એવેન્જર્સ:એન્ડગેમ' ફિલ્મના રિયલ સીન થયા લીક, ડિરેક્ટરે લીક થયેલા વીડિયોને ન જોવાની વિનંતી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લીક થયેલા સીન રિયલ છે તેવું ફિલ્મના ડિરેક્ટરે સ્વીકાર્યું
  • એવેન્જર્સ: એન્ડગેમ મૂવીએ સૌથી વધુ ટિકિટ સેલિંગનો 24 કલાકનો રેકોર્ડ 6 કલાકમાં તોડી નાખ્યો હતો 

હોલિવૂડ ડેસ્ક: કોઈ મોટી ફિલ્મ રિલીઝ થયા પહેલાં તેના અમુક સીન લીક થવાની ઘટના હાલ ઘણી સામાન્ય થઈ ગઈ છે. દુનિયાભરમાં 'એવેન્જર્સ:એન્ડગેમ'ની ચાહકો કાગડોળે ફિલ્મ રિલીઝની રાહ જોઈ રહ્યા છે, તેવામાં ફિલ્મના કેટલાક મહત્ત્વના સીન ઓનલાઈન લીક થઈ ગયા છે. ફિલ્મના ડિરેક્ટર જોસેફ અને એન્થની રુસોએ ટ્વિટર પર લોકોને ફિલ્મને લઈને એક આજીજી કરવી પડી છે.

#DontSpoilTheEndgame pic.twitter.com/YZhbrwcijJ

— Russo Brothers (@Russo_Brothers) April 16, 2019

ફિલ્મના નિર્માતાએ સ્વીકાર્યું છે કે લીક થયેલા સીન રિયલ છે. ડિરેક્ટર રુસો બ્રધર્સે ટ્વીટ કર્યું છે, કે ફિલ્મના ચાહકો આ સીન ન જુએ અને તેને સોશિયલ મીડિયામાં આગળ ફોરવર્ડ પણ ન કરે. આમ કરવાથી ફિલ્મનું સસ્પેન્સ નહિ રહે અને જે લોકો ફિલ્મની રાહ જોઈ રહ્યા છે તે લોકોની મજા બગડી જશે.

રિલીઝ 
માર્વલ સ્ટુડિયોની મલ્ટિ સ્ટારર સુપરહીરો ફિલ્મ સિરીઝ 'અવેન્જર્સ'ની ફિલ્મ 'અવેન્જર્સ: ઇન્ફિનિટી વૉર'નો બીજો ભાગ 'અવેન્જર્સ: એન્ડ ગેમ'.આ એપ્રિલ મહિનાની 26 તારીખે રિલીઝ થવાનો છે. છેલ્લી ફિલ્મમાં ઘણા સુપર હીરોઝના મોત બાદ આ ફિલ્મમાં તે બધા હીરોઝની વાપસીનો રસ્તો બતાવવાના છે. આ રસ્તો કયો હશે તેની વાટ દર્શકો જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...