તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારે મારાં બાળકોને આજ્ઞાંકિત નથી બનાવવાંઃ એન્જેલિના જોલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોલિવૂડ ડેસ્કઃ એક્ટ્રેસ એન્જેલિના જોલી એવું જરાય ઈચ્છતી નથી કે એનાં બાળકો કાયમ આજ્ઞાંકિત અને કહ્યાગરાં બનીને જ ફરે. એક ઈન્ટરવ્યૂમાં એન્જેલિનાને એનાં બાળકો વિશે પૂછાયેલા સવાલ પર એણે આ જવાબ આપ્યો હતો.

 

એન્જેલિના જોલીનું કહેવું છે કે એના બાળકોનો સ્વભાવ બળવાખોર છે. એ નથી ઈચ્છતી કે એનાં બાળકો કાયમ આજ્ઞાંકિત અને ચિઠ્ઠીના ચાકર થઈને જ ફર્યા કરે. જોલીનું કહેવું છે કે એનાં બાળકોએ પોતાની અંદર ડોકિયું કરીને જ પોતાની આઈડેન્ટિટી બનાવવી પડશે. જોલીએ પોતાનાં બાળકોના બળવાખોરીના મિજાજને સારી આદત અને અનોખી બાબત ગણાવી. ‘હું જરાય ઈચ્છતી નથી એ લોકો સતત પોલિટિકલી કરેક્ટ બોલવાના ચક્કરમાં ફસાયેલાં રહે.’

 

એન્જેલિના જોલી અને બ્રેડ પિટનાં લગ્નસંબંધ દરમિયાન એમને થયેલાં અને એમણે દત્તક લીધેલાં કુલ છ બાળકો છે, જે અનુક્રમે મેડોક્સ (17), પેક્સ (15), જાહરા (13), શિલોહ (12) અને જોડિયાં બાળકો વિવિયન તથા નોક્સ (10) છે.

 

ઈન્ટરનેટ વાપરવાના મુદ્દે પણ એન્જેલિનાએ મહત્ત્વની વાત કહી. એણે કહ્યું કે એ પોતાનાં બાળકોને સારી ટેવો પાડવાની કોશિશ કરે છે, પરંતુ ઈન્ટરનેટની દુનિયામાં એના બાળકોની સામે જે જે વસ્તુઓ આવે છે એને એ પૂરેપૂરી કંટ્રોલ કરી શકે તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...