અપકમિંગ / હોલિવૂડ ફિલ્મ 'ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સી વોલ્યૂમ.2'માં બપ્પી લહિરીનું 'ઝૂમ-ઝૂમ-ઝૂમ-બાબા' સામેલ થશે

divyabhaskar.com

Mar 05, 2019, 07:20 PM IST
After Jhoom Jhoom Baba another song of Bappi Lahiri to feature in Marvel Studios film

હોલિવૂડ ડેસ્ક: સંગીતકાર-ગાયક બપ્પી લહિરી ડાન્સિંગ નંબર બનાવવા માટે પ્રખ્યાત છે. વર્ષ 2017માં હોલિવૂડ ફિલ્મ 'ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સી વોલ્યૂમ.2'ના હિન્દી ભાષાની પ્રમોશનલ ક્લિપમાં પણ બપ્પી દાનું હિટ સોન્ગ 'ઝૂમ-ઝૂમ-ઝૂમ-બાબા' સાંભળવા મળ્યું હતું. મનાઈ રહ્યું છે કે હવે આ ફિલ્મમાં તેમના ગીતને કાયદેસર રીતે લેવામાં આવ્યું છે.


હોલિવૂડ સ્ટાર ક્રિસ પેટે પ્રમોશનલ ક્લિપના વખાણ કર્યા હતા
- 1984માં આવેલી ફિલ્મ 'કસમ પેદા કરને વાલે કી'નું ગીત 'ઝૂમ-ઝૂમ-ઝૂમ-બાબા' હોલિવૂડ ફિલ્મમાં સામેલ થઇ શકે છે. ફિલ્મની પ્રમોશનલ ક્લિપ વર્ષ 2017માં આવી હતી જેને જોઈને હોલિવૂડ સ્ટાર ક્રિસ પેટે ક્લિપના વખાણ કર્યા હતા.

- બપ્પી દાએ આઈએનએસને જણાવ્યું કે, માર્વેલ સ્ટૂડીયોઝની આવનારી ફિલ્મને લઈને તેમની વાતચીત ચાલી રહી છે. તેમણે મારા ગીતને પ્રમોશનલ ક્લિપમાં લીધું હતું, કારણકે તેમને પસંદ આવ્યું હતું. સંભવ છે કે તેમની આગામી ફિલ્મમાં મારા ગીતને સામેલ કરવામાં આવે. હાલ માર્વેલ સાથે કોઈ કોન્ટ્રેક્ટ સાઈન થયો નથી.'


બપ્પી દા બીજા ઇન્ટરનેશનલ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે
આ સાથે જ તેઓ રેપર સ્નૂપ ડોગ અને ગાયક એકોન સાથે પોતાના અન્ય ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. મ્યુઝિક સિવાય બપ્પી દા એક્ટિંગમાં પણ હાથ અજમાવી રહ્યા છે. તાજેતરમાં જ સોની ટીવીના શો 'લેડીઝ સ્પેશિયલ'માં તેમણે કેમિયો કર્યો હતો.

X
After Jhoom Jhoom Baba another song of Bappi Lahiri to feature in Marvel Studios film
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી