દુઃખદ / સાઓ પાઉલો ફેશન વીકમાં રેમ્પ વોક દરમિયાન મોડલનું બેભાન થતાં જ દુઃખદ નિધન

medical treatment  immediately given to 26 year old model tales soares but he could not survive

divyabhaskar.com

Apr 28, 2019, 02:21 PM IST

સાઓ પાઉલોઃ બ્રાઝિલના સાઓ પાઉલોમાં ફેશન વીકનો અંતિમ દિવસ ઘણો જ દુઃખદ રહ્યો હતો. શનિવાર (27 એપ્રિલ)ના રોજ સાઉ પાઉલોમાં ચાલતા ફેશનવીકના અંતિમ દિવસે 26 વર્ષીય બ્રાઝિલિયન મોડલનું રેમ્પ વોક દરમિયાન નિધન થયું હતું.

મોતનું કારણ નથી ખબર
બ્રાઝિલિયન મોડલના નિધનને લઈ ફેશન વીકના ઓર્ગેનાઈઝર્સે પોતાના નિવેદનમાં કહ્યું હતું, ''મોડલ ટેલ્સ સોઅર્સના નિધનની માહિતી મળી. તે ઓક્સા શો દરમિયાન અચાનક બીમાર પડી ગયો હતો. જોકે, તેના મોતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

હોસ્પિટલે મૃત જાહેર કર્યો
સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે, રેમ્પ દરમિયાન ટર્ન લેવા જતાં 26 વર્ષીય મોડલ ટેલ્સ પડી ગયો હતો. તે જ સમયે રેમ્પ પર તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી અને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. સાઓ પાઉલો ફેશન વીકે મોડલના નિધન પર પોતાની સંવેદના વ્યક્ત કરી છે.X
medical treatment  immediately given to 26 year old model tales soares but he could not survive
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી