તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

30 વર્ષમાં પહેલી વખત હોસ્ટ વગર ઓસ્કર એવોર્ડની સેરેમની યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એવોર્ડ સેરેમનીને પહેલા કોમેડિયન કેવિન હાર્ટ હોસ્ચ કરવાના હતા
  • વિવાદાસ્પદ ટ્વીટ્સ પછી કેવિને ઓસ્કર હોસ્ટ કરવાની ના કહી દીધી હતી.
  • ભારતમાં સેરેમનીનું લાઈવ ટેલીકાસ્ટ 25 ફેબ્રુઆરીએ સવારે 6.30 વાગે જોવા મળશે. 

હોલીવુડ ડેસ્કઃ આ વર્ષે 91મી ઓસ્કર એવોર્ડ સેરેમની  હોસ્ટ વગર જ કરાશે. હા, કોઈ પણ હોસ્ટ વગર આ સેરેમનીમાં  હોલીવુડ સેલેબ્રિટી જ એવોર્ડ આપશે. છેલ્લા 30 વર્ષોમાં આ પહેલી વખત બનશે કે જ્યાં હોસ્ટ વિના હોલીવુડ સેરેમની ઉજવવામાં આવશે. આ સેરેમની 24 ફેબ્રુઆરીએ ડોલ્બી થિયેટરમાં  યોજાશે.

1929માં પહેલી વખત ઓસ્કર એવોર્ડ એનાયત કરાયા હતા. ત્યારથી અત્યાર સુધી 1939, 1969, 1970, 1971 અને 1989માં યોજાયેલી સેરેમની ગણીને કુલ 5 વખત હોસ્ટ વિના સેરેમની યોજાઈ હતી. હવે ર્આર્ગનાઈજર્સને એવોર્ડ એનાયત કરવા માટે એ-લિસ્ટ સેલિબ્રિટી શોધવામાં ઘણી મહેનત કરવી પડી રહી છે. 

  •  કોમેડિયન કેવિન હાર્ટ આ વર્ષે સેરેમની હોસ્ટ કરવાનાં હતા. પરંતુ કેવિનની હોસ્ટ માટેની પસંદગી કર્યા પહેલા તેમણે કરેલા ટ્વીટ્સને કારણે તેઓ વિવાદોમાં ઘેરાયા હતા. અને યુઝર્સે  કેવિનેની હોસ્ટિંગ માટેની પસંદગીની ટીકા કરી હતી. કેવિને આ ટ્વીટ્સમાં સમલૈંગિકતાનાં વિરોધમાં વિચાર વ્યક્ત કર્યા હતા. પરંતુ આ ટ્વીટ વર્ષો જૂના હતા. 
  • ઓસ્કરનાં નિર્માતાઓએ કેવિનને તેને કરેલા ટ્વીટ્સ માટે માફી માંગવા કહ્યુ હતુ. ત્યારબાદ કેવિને માફી માંગવાની ના પાડતા શો ને છોડી દીધો હતો. 

ઓસ્કર એવોર્ડનાં ઈતિહાસમાં અશ્વેત હોસ્ટની સંખ્યા ગણી ઓછી છે. આ લિસ્ટમાં ક્રિસ રોક, વ્હુપી ગોલ્ડબર્ગ , રિચર્જ પ્રાયર અને સૈમી ડેવિસ જૂનિયર સામેલ છે. જો કેવિન આ સેરેમનીને હોસ્ટ કરતા તો આ લિસ્ટમાં એક નામ વધી ગયુ હોત. 

અન્ય સમાચારો પણ છે...