• Home
  • Bollywood
  • Hollywood
  • 3 year old picture of herself landed Katy Perry in copyright trouble, drawing $150k lawsuit against her

કોપીરાઈટ વિવાદ / કેટી પેરીના 3 વર્ષ જૂના ફોટોએ તેની મુશ્કેલી વધારી, 1.5 લાખ ડોલરનો કેસ થયો

3 year old picture of herself landed Katy Perry in copyright trouble, drawing $150k lawsuit against her
3 year old picture of herself landed Katy Perry in copyright trouble, drawing $150k lawsuit against her

Divyabhaskar.com

Nov 01, 2019, 06:30 PM IST

હોલિવૂડ ડેસ્ક: ત્રણ વર્ષ જૂનો એક ફોટો શેર કરીને કેટી પેરી મુશ્કેલીમાં આવી ગઈ છે. 2016માં થયેલ હેલોવિન પાર્ટીમાં કેટી હિલેરી ક્લિન્ટનની જેમ ડ્રેસઅપ થઈને પહોંચી હતી. આ ફોટો શેર કરવા પર કેટી વિરુદ્ધ કોપીરાઈટ ઉલ્લંઘન અંતર્ગત 1.5 લાખ ડોલરનો કેસ થયો છે.

બેકગ્રિડે કેસ કર્યો
ફોટો પર સેલિબ્રિટી ન્યૂઝ એજન્સી બેકગ્રિડે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેલિફોર્નિયામાં કેસ ફાઈલ કર્યો છે. કેટી પેરીના ઇન્સ્ટાગ્રામ પર 86.2 મિલિયન ફોલોઅર્સ છે. બેકગ્રિડે દાવો કર્યો છે કે કેટી પેરીએ પર્સનલ પેજ પર એજન્સીના કોપીરાઈટ ધરાવતા ફોટોને પોસ્ટ કરીને અમેરિકાના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. એજન્સીએ એવું પણ કહ્યું છે કે જો તે આ ફોટો યુઝ કરવા ઈચ્છે છે તો પહેલા તેણે લાયન્સીંગ ફી ચૂકવવાની હતી. આવું ન કરવા બદલ તેની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ફોટો હજુ કેટીના ઇન્સ્ટા પર અવેલેબલ
આ ફોટો કેટીએ 29 ઓક્ટોબર 2016ના રોજ શેર કર્યો હતો. જે હજુ પણ તેના પેજ પર અવેલેબલ છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ઓફિસ જતા પહેલાં એક નાની પ્રી પાર્ટી. કેટીની સાથે ઓરલેન્ડો બ્લૂમ પણ છે જે ડોનાલ્ડ ટ્રમ્પની જેમ તૈયાર થયો હતો.

X
3 year old picture of herself landed Katy Perry in copyright trouble, drawing $150k lawsuit against her
3 year old picture of herself landed Katy Perry in copyright trouble, drawing $150k lawsuit against her
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી