ટ્રેલર / ગુજરાતી ફિલ્મ 'બહુ ના વિચાર'નું ટ્રેલર લોન્ચ થયું, ફિલ્મમાં 'તારક મેહતા' ફેમ ટપ્પુ લીડ રોલમાં

divyabhaskar.com | Updated - Apr 16, 2019, 01:55 PM

  • ફિલ્મમાં ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલા,દેવર્ષિ શાહ અને રાગી જાની લીડ રોલમાં છે
  • ફિલ્મ 3 મે, 2019ના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થશે 


બોલિવૂડ ડેસ્ક: ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલા,દેવર્ષિ શાહ અને રાગી જાની સ્ટારર ગુજરાતી ફિલ્મ 'બહુ ના વિચાર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સૌને પોતાનું 'પેશન' ફોલો કરવું છે, બધાથી કંઈક અલગ કરવું છે પણ અંતે પ્રશ્ન ત્યાં આવીને જ અટકે છે કે, લોકો શું વિચારશે?, આ વાતને જ 'બહુ ના વિચાર' ફિલ્મમાં બતાવવામાં આવી છે. ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર ઋતુલે 'ફોલો યોર ડ્રીમ'ના વાઇબને આ ફિલ્મથી ફરી ઉજાગર કરી છે. ડિરેક્ટર અને રાઇટર ઋતુલ 'વ્હિસલિંગ વૂડ્સ ઇન્ટરનેશનલ'ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે ઘણી બધી શોર્ટ ફિલ્મ્સ અને મ્યુઝિક વીડિયો બનાવ્યા છે, જ્યારે સૂરજ કુરાડે આ ફિલ્મના ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી છે, જેમણે 'બોડીગાર્ડ', 'બરફી', 'ધ ગાઝી એટેક', 'એરલિફ્ટ' જેવી અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.

'બહુ ના વિચાર'
આ ફિલ્મની વાર્તા આજના યુથ પર આધારિત છે તેમનાં સપનાઓ, અપેક્ષાઓ અને બીજી અનેક વસ્તુઓ આ ફિલ્મમાં સમાવી લેવામાં આવી છે. કોલેજના ગ્રેજ્યુએશનના 5 દિવસ પહેલાં વરુણ (ભવ્ય ગાંધી) સ્ટોક માર્કેટના સટ્ટામાં 40 લાખ રૂપિયા જીતી જાય છે અને ત્યારબાદ તે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા પાછળ લાગી જાય છે. આ માટે તે પોતાના બાળપણના મિત્રોને ભેગા કરે છે અને તેમને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવે છે. સ્ટાર્ટઅપને સક્સેસફુલ બનાવવા માટે પાંચેય મિત્રો આંત્રપ્રેનર્સ માટેના નેશનલ લેવલના રિયાલિટી શોમાં ભાગ લેવા જાય છે. ત્યાં તેમની સાથે શું થાય છે અને કઈ રીતે તેઓ આગળ વધે છે તેને ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ફિલ્મની ટેગલાઈન છે કે, 'ટ્રુ ઈવેન્ટ્સ વિલ બી બેઝ્ડ ઓન ધિસ ફિલ્મ' એટલે કે સાચી ઘટનાઓ આ ફિલ્મ પર આધારિત હશે.

ટાઇટલ સોન્ગ
આ ફિલ્મના ટાઇટલ સોન્ગ 'બહુ ના વિચાર'ને ગુજરાતના 7 જાણીતા ગુજરાતી ગાયકો જિગરદાન ગાઢવી, આદિત્ય ગઢવી, કીર્તિદાન ગઢવી, સિદ્ધાર્થ અમિત ભાવસાર, ઐશ્વર્યા મઝુમદાર, પાર્થ ઓઝા અને મિત જૈને ગાયું છે. 'બહુ ના વિચાર' ફિલ્મ 3 મેના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થશે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App