તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફિલ્મ રિવ્યૂ | અંગ્રેજી મીડિયમ |
રેટિંગ | 3.5/5 |
સ્ટાર-કાસ્ટ | ઈરફાન ખાન, રાધિકા મદન, કરીના કપૂર, દીપક ડોબરિયાલ |
ડિરેક્ટર | હોમી અડાજણીયા |
પ્રોડ્યૂસર | દિનેશ વિજન |
સંગીત | સચિન-જીગર, તનિષ્ક બાગચી |
જોનર | ડ્રામા |
ડિરેક્ટર હોમી અડાજણીયાની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ બે વર્ષ પહેલાં આવેલી ‘હિંદી મીડિયમ’ની સીક્વલ છે. બંનેની વાર્તામાં કેન્દ્રસ્થાને એક પિતા છે. પિતા બાળકોના અભ્યાસ માટે જે મહેનત કરે છે, તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ‘હિંદી મીડિયમ’માં કલાકારોએ જબરજસ્ત પર્ફોર્મન્સ આપ્યું હતું. આ વખતે પણ કલાકારોએ સારું કામ કર્યું છે. ફિલ્મ ઉદયપુરના બ્રેકડ્રોપ પર આધારિત છે. મીઠાઈ વેચનાર દુકાનદાર ચંપલ બંસલ છે, જે વિધુર છે. બંસલને 18 વર્ષની એક દીકરી તારિકા છે. બંસલે જ દીકરીને ઉછેરી હોય છે. તારિકા લંડનમાં અભ્યાસ કરવાનું સપનું જોતી હોય છે. પોતાનું સપનું પૂરું કરવા માટે તારિકા ઘણી જ મહેનત કરે છે. સ્કૂલ તરફથી તારિકાની પસંદગી પણ થાય છે. જોકે, પિતા ચંપકને કારણે તેના માટે ત્યાં જવાના તમામ રસ્તા બંધ થઈ જાય છે. આનું કારણ ચંપકના ભાઈ સાથે જોડાયેલું છે. બંને પોતાની ખાનદાની મીઠાઈની ફ્રેન્ચાઈઝી ઘસીટારામ પાસેથી લેવા માટે કોર્ટના ચક્કર લગાવે છે. ફિલ્મમાં આગળ ચંપક તથા તારિકા વચ્ચે ભાવનાત્મક તકરાર થાય છે. વાસ્તવમાં તારિકા 18 વર્ષની થઈ જાય છે. ટીનએજમાં સંતાનો લડાયક બની જતા હોય છે. તારિકા ગમે તેમ કરીને લંડન આવે છે અને હવે તે વધુને વધુ લડાયક બનતી જાય છે. હોમીનું ફોકસ આ પોઈન્ટ પર કિશોરોવસ્થાના બાળકો લડાયક મિજાજના બની જાય છે, તેની પર જતું રહે છે. લંડનમાં જે પોલીસ ઈન્સ્પેક્ટર ચંપક તથા તેના ભાઈને મદદ કરે છે, તે પણ આ સમસ્યાથી પીડાય છે. તે પોતાની માતા મિસિસ કોહલીથી લાંબા સમયથી અલગ રહે છે. આ તમામની વચ્ચે ગ્લોબલ વિલેજ બની ચૂકેલી દુનિયામાં ભાષાના પડકારોને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, હોમી અહીંયા નિષ્ફળ રહ્યો છે. ફિલ્મની પટકાથા તથા સંવાદ ભાવેશ મંડાલિયા, ગૌરવ શુક્લા, વિનય ચવ્વલ, સારા બોદિનરે લખ્યા છે. લેખકોની ટોળકી એકઠી થતાં ફિલ્મમાં કન્ફ્યૂઝન વધી ગયું છે. ચંપક, તારિકા, દિપક ડોબરિયાલના પાત્રો તથા કિકુ શારદા રાજસ્થાનમાં રહે છે. તેમણે જે રીતે રાજસ્થાની ભાષા બોલી છે, તે કંટાળાજનક લાગે છે. હાલમાં ફિલ્મમાં જો કોઈએ દમદાર પર્ફોર્મન્સ આપ્યું હોય તો તે ચંપક બંસલના રોલમાં ઈરફાન છે. સિંગલ પેરેન્ટની ઈચ્છાઓ, સપનાઓ તથા પડકારોને જીવંત કર્યાં છે. આખી જિંદગી પોતાનું સર્વસ્વ એક માત્ર દીકરી પર ન્યૌછાવર કરનાર વ્યક્તિની પોતાની પસંદ-નાપસંદ પણ હોઈ શકે છે, તે વાતને ઈરફાને આબેહૂબ વર્ણવી છે. તારિકા સાથેની ભાવનાત્મક લડાઈ પણ ફિલ્મમાં ઉડીને આંખે વળગે છે. નબળી પટકથા હોવા છતાંય ઈરફાને પોતાના અભિનયથી ફિલ્મમાં ચારચાંદ લગાવી દીધા છે. તારિકાની પોતાની મહત્ત્વકાંક્ષા છે. તારિકા પોતાની આગવી ઓળખ બનાવવા ઈચ્છે છે અને તેથી જ તે ગમે તે પરિસ્થિતિમાં લંડન જવા ઈચ્છે છે. આ ચક્કરમાં તેને પિતાએ કરેલા ત્યાગ પણ દેખાતા નથી. રાધિકા મદને કરિયરનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું છે. ફિલ્મની બીજી સૌથી મજબૂત કડી ચંપકનો ભાઈ બનતો દીપક ડોબરિયાલ છે. પાત્રના ગેટઅપથી લઈને હાવભાવ, હાસ્ય, ગુસ્સો, નિરાશા દરેક લાગણીને બહુ જ સુંદર રીતે રજૂ કરી છે. ડિમ્પલ કાપડિયા તથા કરીના કપૂર ખાને નાનકડાં રોલમાં પણ સારું કામ કર્યું છે. બંને એફર્ટલેસ લાગે છે. કરીનાની સ્ક્રીન પ્રેઝન્સ સંમોહક છે. કિકુ શારદા તથા રણવીર શૌરીએ ઠીક કામ કર્યું છે. કલાકારોના દમદાર પર્ફોર્મન્સની સાથે સાથે જો પટકથા પણ સારી હોત તો ફિલ્મ ચોક્કસથી ચાહકોના મનમાં અલગ અસર જન્માવત તે નક્કી હતું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.