શૂટિંગ / યામી ગૌતમ અને વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ ‘ગીની વેડ્સ સની’નું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે

Yami Gautam and Vikrant Massey’s Ginny Weds Sunny to go on floors on September

Divyabhaskar.com

Jul 11, 2019, 06:48 PM IST

બોલિવૂડ ડેસ્ક: યામી ગૌતમ અને વિક્રાંત મેસી પહેલીવાર એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. ‘ગીની વેડ્સ સની’ ફિલ્મમાં બન્ને પહેલીવાર ઓનસ્ક્રીન સાથે દેખાશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે. આ ફિલ્મને ડેબ્યુ ડિરેક્ટર પુનીત ખન્ના ડિરેક્ટ કરવાના છે. ફિલ્મને વિનોદ બચ્ચનનું ‘સૌંદર્ય પ્રોડક્શન’ પ્રોડ્યૂસ કરવાનું છે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

ફિલ્મ વિશે યામીએ જણાવ્યું કે, ‘આ સ્ક્રિપ્ટ મારા માટે એકદમ નવી છે. હું પુનીત સાથે કામ કરવાં ખૂબ ઉત્સુક છું. તે તેના પહેલા ડિરેક્ટોરીયલ વેન્ચર માટે ઘણી મહેનત કરી રહ્યો છે. વિક્રાંત એકદમ ટેલેન્ટેન્ડ એક્ટર છે અને હું તેની સાથે આ ફિલ્મમાં કામ કરવાનું ઘણું રસપ્રદ રહેશે. ઉપરાંત હું વિનોદ બચ્ચન સાથે પણ પહેલીવાર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટમાં ઘણું પહેલીવાર થઇ રહ્યું છે અને હું આ સ્પેશિયલ જર્નીની રાહ જોઈ રહી છું.’

સ્ટોરી
ફિલ્મની સ્ટોરી અરેન્જ મેરેજ આસપાસની છે. સ્ટોરીમાં ગીની સનીને રિજેક્ટ કરે છે ત્યારબાદ સની ગીનીની માતા સાથે મળીને ગીની સાથે લગ્ન કરવા માટે પ્લાન બનાવે છે.

X
Yami Gautam and Vikrant Massey’s Ginny Weds Sunny to go on floors on September

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી